• Home
  • News
  • ગત 5 વર્ષ કરતાં આ વખતની ગણતરીમાં ગીરમાં સિંહની વસતી 29% વધી, 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ
post

વિસ્તાર 36 % વધી ગયો એટલે કે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 08:41:11

અમદાવાદ: ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે. 2015 ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 પહોંચી ‌છે. સિંહોની વસ્તીમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વખતે કોવિડ-19ની સ્થિતિમાં સિંહોની વસ્તી ગણતરી કરી‌ શકાઈ નહોતી. આ વખતે 5 અને 6 જૂનના રોજ પૂનમ‌ અવલોકન પધ્ધતિ હાથ ધરાઈ હતી. કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49  માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30000  ચો.કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે.

કેવી રીતે થયું પૂનમ અવલોકન?
5
જૂન બપોરે બે વાગ્યાથી 6 જૂન બપોરે બે વાગ્યા સુધી સિંહોનું પૂનમ અવલોકન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં 1400 કર્મચારીઓ જોડાયા હતા. 13 વિવિધ વિભાગ પાડવામાં આવ્યા. જીપીએસ સ્થાન, સમય, સિંહોની સંખ્યા, વ્યક્તિગત ઓળખ, ગુણ, રેડિયો કોર્સ નંબર, છબીઓ અને ઈ-ગુજ ફોરેસ્ટ ડેટા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જીઆઈએસ અને આંકડાકીય સોફ્ટવેરનો ઉપયોગ ‌કરીને ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ પધ્ધતિને બીટ ચકાસણી (‌બ્લોક કાઉન્ટ મેથડ) તરીકે પણ ઓળખાય છે.

બે ડઝન સિંહના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે બાબેસિઓસીસ નામના રોગના લીધે છેલ્લા ત્રણ મહિનામાં જ બે ડઝન જેટલા સિંહના મોત નિપજ્યાં હતા. જ્યારે ઓક્ટોબરથી નવેમ્બર 2018માં સીડીવી (કેની ડિસ્ટેમ્પર વાઇરસ)ના કારણે 40 સિંહના મોત થયા હતા. 

30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો

વર્ષ

સિંહ

1936

287

1950

227

1955

290

1963

285

1968

177

1974

180

1979

205

1985

239

1990

284

1995

304

2001

327

2005

359

2010

411

2015

523

2020

674

 

 

adv

Related News

post
post
post
post
post
post
post