• Home
  • News
  • ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત- ‘અન્ય રાજ્યોમાં જે બનાવો બને તે અહીં દારૂબંધીમાં પણ બને છે’
post

આ કેસમાં સિનિયર કાઉન્સિલ ગેરહાજર હોવાથી કોર્ટે વધુ સુનાવણી માર્ચ મહિના પર મુલતવી રાખી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 10:38:39

અમદાવાદ: રાજ્યમાં ઘરે બેસીને દારૂ પીવાની છૂટ આપવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં મંગળવારે એવી રજૂઆત કરી હતી કે, અન્ય રાજ્યોમાં દારૂની છૂટ હોવા છતાં તે રાજ્યોમાં બનતા બનાવો અહીં દારૂબંધીના કાયદા હેઠળ પણ બને છે તેથી ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવી જોઇએ.


વધુ સુનાવણી માર્ચ મહિના પર મુલતવી

એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં આવે તો પરમિટ સાથે તેમને દારૂ પીવાની છૂટ મળે છે. પરતું આપણા રાજ્યોના લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ નથી તે ભેદભાવ અયોગ્ય છે. આ કેસમાં સિનિયર કાઉન્સિલ ગેરહાજર હોવાથી કોર્ટે વધુ સુનાવણી માર્ચ મહિના પર મુલતવી રાખી છે.

adv

Related News

post
post
post
post
post
post
post