• Home
  • News
  • બે જૂથ વચ્ચેની મારામારીનાં LIVE દૃશ્યો:સુરતના કીમમાં રાત્રિના ઓટલા પર બેસવાના મુદ્દે સળિયા, ધોકા સાથે બે જૂથ એકબીજા પર તૂટી પડ્યાં, પથ્થરમારો પણ થયો
post

આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઇ ઊઠક-બેઠક કરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-26 18:12:10

સુરત: સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં ગત રાત્રે ઓટલા પર બેસવાના મુદ્દે બે જૂથ જાહેર રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં સળિયા, લાકડી સાથે એકબીજા પર તૂટી પડ્યાં હતાં તેમજ પથ્થરમારો પણ થયો હતો. મારામારીના આ વીડિયો કોઈએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને 8 શખ્સની ધરપકડ કરી છે.

ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી
કીમ ગામના બજારમાં ગત રાત્રિએ બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. સામસામે ટોળાં ભેગાં થઈ જતાં જાહેર રસ્તા ઉપર જ મારામારી શરૂ થઈ ગઈ હતી. ઓટલા ઉપર બેસવાને લઈને બન્ને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને ત્યાર બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મારામારીના લાઇવ વીડિયોમાં જોવા મળે છે કે બે જૂથ સામસામે એકબીજા પર ધોકા અને સળિયાથી માર મારી રહ્યાં છે, તેમજ અપશબ્દો પણ બોલી રહ્યાં છે.

મારામારી કરનારા યુવકોને પોલીસે પકડ્યા
જાહેર માર્ગ ઉપર જ મારામારી શરૂ થઈ જતાં થોડા સમય માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોતજોતાંમાં બન્ને જૂથના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ત્યાર બાદ જે શખસો દ્વારા મારામારી કરવામાં આવી હતી એ તમામને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસે 8 જેટલા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઇ ઊઠક-બેઠક કરાવી
મારામારીની આ ઘટનામાં પોલીસે 8 શખસની ધરપકડ કરી લેતા તમામને રાત્રિ દરમિયાન જ્યાં મારામારી કરી હતી તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે આરોપીઓ પાસે પોલીસે ઊઠક-બેઠક કરાવી હતી. આ દૃશ્યો જોવા લોકો પણ એકત્ર થઈ ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post