• Home
  • News
  • વિવાહ માટે 2થી 30 લાખ સુધી લોન લેનારા અમદાવાદના યુવકોની સંખ્યામાં 1 વર્ષમાં 14 ટકા વધારો
post

જ્વેલરી, લગ્નનું સ્થળ, કેટરિંગ જેવી બાબતો પર યુવાપેઢી સૌથી વધુ ભાર મૂકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-07 09:01:50

અમદાવાદ: દેશના 22થી 35 વર્ષની વયના યુવાનો માતા-પિતા પર નિર્ભર રહેવાના બદલે પોતાના ખર્ચ માટે આત્મનિર્ભર થવાની સાથે પોતાની ઇચ્છા મુજબ ખર્ચ કરી રહ્યા છે. તેમાં પણ લાઈફ સ્ટાઈલ તેમજ લગ્ન માટે કેટલો ખર્ચ કરવો તે અંગે પોતે નિર્ણય લે છે. પોતાના લગ્ન માટે સ્થળની પસંદગી તેમજ મનોરંજન માટે કેટલો ખર્ચ કરવો તે નક્કી કરી લોન પણ લેતા થયા છે. અમદાવાદમાં પણ યુવાનો લગ્ન માટે 2થી 30 લાખ રૂપિયા સુધીની લોન લે છે. લગ્ન માટે લોન લેનારા અમદાવાદી યુવાનોની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે. એક ખાનગી કંપનીએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ વર્ષ 2018-19ની સરખામણીમાં 2019-20માં લગ્ન માટે લોન લેનારા યુવાનોની સંખ્યામાં 14 ટકાનો વધારો નોંધાયો છે.


યુવાનો સ્વનિર્ભર થવાની સાથે પોતાનું ફાઈનાન્સ મેનેજમેન્ટ પણ પોતે કરી રહ્યા છે
ભારતીય પરિવારોમાં માતા-પિતા પોતાના બાળકોના શિક્ષણની સાથે લગ્નની પણ જવાબદારી પૂરી કરે છે. પરંતુ હાલના સમયમાં દેશના યુવાનોમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. યુવાનો સ્વનિર્ભર થવાની સાથે પોતાનું ફાઈનાન્સ મેનેજમેન્ટ પણ પોતે કરી રહ્યા છે અને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પરિવાર કે મિત્રો પર બોજ બનતા નથી. એજરીતે પોતાના લગ્ન માટે પણ તેઓ વધુને વધુ ખર્ચ કરી રહ્યા છે, જેના માટે જરૂરિયાત મુજબ તેઓ લોન પણ લેતા ખચકાતા નથી. લગ્ન માટે લોન લેનારા યુવાનો જ્વેલરી, લગ્નના સ્થળ તેમજ કેટરિંગની વ્યવસ્થા, મહેમાનોની ગોઠવણ જેવી લગ્ન સાથે જોડાયેલી જુદી જુદી સુવિધાઓ માટે થતા ખર્ચ પેટે 2 લાખથી 30 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરે છે.


વેડિંગ લોન માટે અરજીમાં અન્ય શહેરોમાં 18 ટકા જેટલો વધારો જોવા મળ્યો
કંપનીના જણાવ્યા મુજબ 2018ની સરખામણીમાં 2019માં મહાનગરોમાં વેડિંગ લોન માટે અરજી કરનારા યુવાનોની સંખ્યામાં સૌથી વધુ 46 ટકા જેટલો વધારો થયો છે. જેમાં જેમાં ટોચના મુખ્ય શહેરોમાં એનસીઆર, મુંબઈ અને બેંગલુરુ સામેલ છે જ્યાંથી સૌથી વધુ વેડિંગ લોન માટે અરજીઓ આવી છે. જ્યારે અન્ય શહેરોમાં 18 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જેમાં લખનઉ, વાઈઝાગ અને ઇન્દોર જેવા શહેરો મુખ્ય છે. એજ રીતે યુવકોની સાથે યુવતીઓ પણ વેડિંગ માટે લોન અરજી કરતી થઈ છે અને તેમની સંખ્યામાં પણ 42 ટકાનો વધારો જોવા મળ્યો છે.


દિલ્હીમાં 98 ટકા યુવક વેડિંગ લોન ઈચ્છે છે

શહેર

ટકાવારી

NCR

98 %

મુંબઈ

51 %

બેંગલુરુ

44 %

ચેન્નઈ

17 %

કોલકાતા

67 %

અમદાવાદ

14 %

જયપુર

18 %

લખનઉ

39 %

ઇન્દોર

28 %

વાઈઝાગ

39 %

 

 

adv

Related News

post
post
post
post
post
post
post