• Home
  • News
  • લોકડાઉનનો કડક અમલ થશે, પોલીસ અને હેલ્થની ટીમ પર હુમલો કરનારને હવે પાસામાં ધકેલાશેઃ શિવાનંદ ઝા
post

સુરત અને જુહાપુરામાં કાયદો હાથમાં લેનારને શિવાનંદ ઝાની ચેતવણી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 09:53:01

અમદાવાદ: શુક્રવારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો અને સુરતમાં કારીગરો દ્વારા રોડ પર ચક્કાજામ અને આગજનીની બે ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, પોલીસ આરોગ્ય વિભાગની ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના કડક પગલાં લેવા પોલીસને સૂચના અપાઈ છે.

દૂરબીનથી નજર રાખવામાં આવશે
ઝાએ જણાવ્યું કે, શુક્રવારે જે બે ગંભીર બનાવ બન્યા છે તેમાં ગુના દાખલ કરીને ધરપકડ કરાઈ છે. સીસીટીવી ફૂટેજ તપાસીને પણ આરોપીઓની ઓળખ થઈ રહી છે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનથી કોઈ ફાયદો નહીં થાય પોલીસ કડક પગલાં લેશે. લોકડાઉન દરમિયાન અનેક સ્થળોએ બેન્ક, કરિયાણાની દુકાન અને શાક માર્કેટમાં ટોળાં એકત્ર થતાં હોવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોવાનું ધ્યાને આવ્યું છે. આવા સ્થળોએ હવે ડ્રોનથી નજર રખાશે અને કાર્યવાહી થશે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન થયેલા વિસ્તારો, બફર ઝોન અને જે વિસ્તારો બંધ કરાયા છે ત્યાં વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે. હાઈ માસ્ટ એટલે કે વધુ ઊંચાઈ પર કેમેરા લગાવીને પોલીસ મૂવમેન્ટ પર નજર રાખી રહી છે. શહેરી વિસ્તારોમાં ઊંચી બિલ્ડિંગ પરથી પણ પોલીસ દૂરબીનથી નજર રાખી રહી છે.

સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતા બે પકડાયા
લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરતા બે લોકોને સાઇબર ક્રાઇમે ઝડપી લીધા છે. એક કિસ્સામાં અમરાઈવાડીમાં રહેતા ગંગારામ ઉર્ફે ગંગો ગોસ્વામી નામના યુવકે વોટ્સઅપ ગ્રૂપમાં કોમી વૈમનસ્ય ઊભું થાય તથા ધાર્મિક ગણી દુભાય તેવો વીડિયો મોકલ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં ગત 6 એપ્રિલે ફેસબુક પર એક શખ્સે પોતાના આઈડી પરથી એક પોસ્ટ કરી હતી અને તેની નીચે હિન્દી ભાષામાં ગાળો લખી પોસ્ટ કરી હતી. આમ ફેસબુક આઈડીમાં ગાળો લખેલો ફોટો સોશિયલ મીડિયામાં વહેતો કરનાર મોહંમદ આરીફ શેખ (ઉં.40, જમાલપુર) હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.

ડ્રોનના માધ્યમથી અત્યાર સુધીમાં 3967 ગુના દાખલ 
લોકડાઉનમાં જાહેર સ્થળોએ, સોસાયટીઓમાંએકત્ર થતાં લોકો પર નજર રાખવા માટે ડ્રોન પોલીસનું સૌથી અસરકારક હથિયાર સાબિત થયું છે. ડ્રોનના માધ્યમથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 3967 ગુના દાખલ કરીને 8958 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં જ ડ્રોનના આધારે 487 ગુના દાખલ કરાયા છે. જ્યારે સીસીટીવીની મદદથી વધુ 84 ગુના દાખલ કરાયા છે.

વિવિધ ગુના હેઠળ કુલ 6 હજારથી વધુની ધરપકડ
રાજ્યમાં ડ્રોન સર્વેલન્સથી 487 ગુના નોંધવામાં આવ્યા છે. આ સિવાય 3968 ગુના નોંધી 8958 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી સર્વેલન્સ હેઠળ 84 ગુના નોંધી 131 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 618 ગુના અંતર્ગત 1174 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ અત્યાર સુધી 194 ગુના નોંધી 368 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ 3059, ક્વોરન્ટીન ભંગના 829 તેમજ અન્ય ગુના મળીને કુલ 4280 ગુનાઓ હેઠળ કુલ 6392 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2742 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post