• Home
  • News
  • 2017ની પરીક્ષામાં લોકરક્ષક દળના ઉમેદવાર ઊંચાઈ, છાતીનું માપ ફરી આપી શકશે: હાઇકોર્ટ
post

2017ની પરીક્ષામાં LRD બોર્ડે ખોટી રીતે નપાસ કર્યાનું સ્વીકાર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 08:46:59

અમદાવાદ: રાજ્યમાં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારોને તેના છાતી અને ઉંચાઇના માપદંડોને આધારે ખોટી રીતે નાપાસ કરવા મામલે હાઇકોર્ટે ઉમેદવારોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. LRDના જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી તેમના છાતી અને ઉંચાઇના માપ ફરીથી સિવિલમાં કરાવવા હાઇકોર્ટે મંજૂરી આપી છે. સિવિલ દ્વારા આપેલા રિપોર્ટ જો LRDના માપદંડોમાં સમાવિષ્ટ થતા હશે તેવા ઉમેદવારોને નિમણૂક કરવા આદેશ કર્યો છે.


ઉમેદવારોએ રજૂઆત કરી કે, અગાઉ તેમણે છાતી અને ઉંચાઇના ટેસ્ટ સિવિલ સમક્ષ આપ્યા હતા તેમાં સાચા માપ હતા. બોર્ડ દ્વારા લેવાયેલા માપદંડમાં ગેરરીતિ છે. ઉમેદવારોએ અગાઉ 2015 અને 2017માં પણ ફિઝિકલ ટેસ્ટ આપી હતી તેમા જે માપ હતા તેના કરતા બોર્ડે વિપરિત માપદંડ રાખ્યા હતા.


માપદંડ છેલ્લી ઘડીએ બદલાતા વિવાદ
9713 ઉમેદવારોએ LRDની પરીક્ષ આપી હતી. તેમાં ઘણી મોટી સંખ્યામાં ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ કરાયા હતા. જોકે પરીક્ષાની જાહેરાતમાં આવેલા માપદંડ મુજબ અરજદારો પાસ થતા હતા પરતું બોર્ડે તેમને જણાવ્યુ હતુ કે સરકારે માપદંડ બદલ્યા હોવાથી તેઓ નાપાસ થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post