• Home
  • News
  • રાજભવન તરફ જઈ રહેલા દિનેશ બાંભણિયા, કરણી સેનાના રાજ શેખાવતની અટકાયત, ભાજપમાં આંતરિક વિગ્રહ
post

ગાંધીનગરમાં ભારેલો અગ્નિ, LRDની અનામત વર્ગની મહિલાઓ બાદ બિન-અનામત વર્ગની મહિલાઓનું આંદોલન

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 09:14:20

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી મહિલાઓએ ગાંધીનગરમાં ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. સાથે અનામતના બહાને બંને પક્ષોના નેતાઓ દ્વારા આડકતરી રીતે મતની લડાઈ શરૂ થઈ ગઈ છે.

ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં
અંદાજે 250થી 300 મહિલા ઉમેદવારો કે જે બિનઅનામત વર્ગની મહિલા અનામત કક્ષામાં સફળ થઇ છે. તેઓએ કૂચ સ્વરૂપે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના નેતા સાથે કલેક્ટર ઓફિસ અને ત્યારબાદ મંત્રીઓના આવાસ પર ઘેરો નાંખવા રેલી કાઢી હતી. પરંતુ પોલિસે અચાનક તેમની જ્ઞાતિઓના નેતાઓની અટકાયત કરી આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલી મહિલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને તેઓ રીતસરની રોઇ પડી હતી. આંખમાંથી વહેતા ચોધાર આંસુઓ સાથે તેમણે પોલીસને પણ આજીજી કરી કે હવે અમારું ભવિષ્ય સરકાર રોળવા બેઠી છે ત્યાં અમને પણ જેલમાં ધકેલી દો.

સરકારે કોઇ સ્પષ્ટતા કરી કે સુધારો શું કરાશે
બુધવારે કેબિનેટ બેઠક મળ્યા પછી પણ સરકારે કોઇ સ્પષ્ટતા કરી કે સુધારો શું કરાશે. સરકારના સહુ મંત્રીઓએ અને અધિકારીઓએ ભેદી મૌન સેવી રાખતાં નોકરીવાંચ્છુઓની ગૂંગળામણ વધી છે. એક તરફ અનામત કક્ષાની મહિલા ઉમેદવારો આંદોલનનો વાવટો સ્પષ્ટતા થાય ત્યાં સુધી સંકેલવાના મૂડમાં નથી ત્યાં બુધવારે સાંજે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલનનો શંખનાદ કરી દીધો છે. કિસ્સામાં સંવેદનશીલતાથી વર્તવાને બદલે રાજકીય નિર્ણય લઇ અનામત અને બિન-અનામત વર્ગના લોકોમાં વિગ્રહની સ્થિતિ ઊભી કરી છે.

·         મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે કોઇપણ વર્ગને અન્યાય થાય તે રીતે અને મેરિટના ધોરણોને આધારે,ગુજરાત હાઇકોર્ટમાં કેસ પડતર હોઇ કાયદાકીય નિષ્ણાતોના અભિપ્રાય બાદ ઠરાવ સુધરશે. હાલ બિન-અનામત મુદ્દે જે ચાલી રહ્યું છે તે બિનજરૂરી ઊભું કરાયું છે. - કુંવરજી બાવળીયા, મંત્રી

·         સરકાર રીતે નિર્ણય લે તે યોગ્ય નથી. સરકારે હાલ કોઇ સુધારો કરવો જોઇએ. ઓછામાં ઓછું બિન-અનામત જ્ઞાતિઓના લોકો સાથે પરામર્શ બાદ મુદ્દે નિર્ણય થવો જોઇએ. - લાલજી પટેલ, એસપીજી પ્રમુખ

ઉમિયા માતા મંદિરે બેઠક ળી રાજ્યભરમાં આંદોલનની ચીમકી
બુધવારે સાંજે ગાંધીનગરના ઉમિયામાતા મંદિર ખાતે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રતિનિધીઓ મળ્યા હતા જેમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, લોહાણા, બ્રહ્મક્ષત્રિય, સોની અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ ભાગ લઇને બિન-અનામત સંકલન સમિતિની રચના કરાઇ હતી. જેમાં સરકાર મહિલા અનામતના ઠરાવમાં સુધારો કરવાનું રદ્દ કરે અને કોઇપણ પગલું ભરતા પહેલા સમિતિની સાથે પરામર્શ કરે તેવો નિર્ણય લેવાયો છે. જો સરકાર આમ કરે તો ગુજરાતભરમાં સરકાર સામે બિન-અનામત જ્ઞાતિઓના લોકો આંદોલન કરી રસ્તા પર ઉતરી આવશે તેવી ચીમકી પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ બેઠક બાદ ઉચ્ચારી છે.

બિન-અનામત વર્ગની સફળ થયેલી યુવતીઓએ હાઈકોર્ટમાં ધા નાખી
લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. અરજદાર યુવતીઓ તરફથી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, 2019માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9713 ખાલી જગ્યા પર હથિયારધારી, બિનહથિયારધારી, અને જેલ સિપાઇ માટે પરીક્ષા લીધી હતી. 30મી નવેમ્બરે 2019માં ફાઇનલ લીસ્ટ જાહેર કર્યુ હતુ.પરતું તે પૈકી બિનઅનામત વર્ગની યુવતીઓને તા.1-8.2018ના ઠરાવ મુજબ મહિલા અનામત પણ આપવામાં આવ્યુ નહોતુ. સરકારે હાલ જે જુના ઠરાવમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે તે ગેરકાયદે અને અન્યાયી છે. જુના ઠરાવ મુજબ બિનઅનામત વર્ગની યુવતીઓને નિમણુંકપત્રો આપવા દાદ માગી છે.

સત્યાગ્રહ છાવણી પર પોલીસ કાફલો ગોઠવાયો

માંગ સાથે આંદોલનકારીઓ ગાંધીનગર જિલ્લા કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા. ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય તરફ રવાના થયા હતા. જો કે થોડીવારમાં સીએમઓ જવાને બદલે તેઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો હતો. આંદોલનકારીઓએ ધરણા બેસવા માટે મંજૂરી માંગી હતી અને કલેકટરે મૌખિક મંજૂરી આપી હતી. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ ફાકલો સત્યાગ્રહ છાવણી પર ગોઠવાયો હતો. 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની માંગણી સાથે યોજાયેલી રેલીમાં મહિલા ઉમેદવારોની સાથે સાથે પાસના નેતા દિનેશ બાંભણિયાથી લઈ કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતના આગેવાનો જોડાયા હતા.

પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે તો બિન અનામત વર્ગને વિશ્વાસમાં લેઃ દિનેશ બાંભણિયા
પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિં થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે. LRD ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહીં માને તો ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.
250
લોકોની સામે આજે 2000 લોકો એકઠા થયા
બાંભણિયા કહ્યું કે, માત્ર 250 લોકોની સામે આજે 2000 લોકો એકઠા થયા છે. અમે કોઇ સમાજની સામે નથી, પણ કોઇ સમાજની લાગણી નહીં દુભાવા દઇએ. ચિંતન શિબિરમાં સમરસતા જળવાય અમારી પ્રાથમિકતા છે. રાજકીય કિન્નાખોરીને ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનું પાલન કરે. કોર્ટના જજમેન્ટને સરકારે ધ્યાને લેવા જોઇંએ. બિન અનામત વર્ગની નાપાસ થયેલી દીકરીઓનું લિસ્ટ અમને આપો.

વિવાદ ક્યાંથી શરૂ થયો
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

વિવાદનું મૂળ શું છે
1
ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post