• Home
  • News
  • લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો, ટીમનો સૌથી ઘાતક બોલર થયો ઇજાગ્રસ્ત
post

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 37 મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર આવેશ ખાન ઇજાના કારણે ટીમની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. તેની જગ્યાએ મોહસિન ખાનને સામેલ કરવામાં આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 12:00:51

મુંબઈ: લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને મોટું નુકસાન થયું છે. આઈપીએલ 2022 ની 37 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ. લખનઉની ટીમ આ મેચમાં તેના ઘાતક બોલર વગર મેદાનમાં ઉતરી. જોકે તેમ છતાં ટીમનો મુંબઈ ઈન્ડિયન્સ સામે વિજય થયો. આઇપીએલની સીઝનમાં આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે, પરંતુ ઇજાગ્રસ્ત થવાને કારણે તે મેચમાં ભાગ લઈ શક્યો નથી.

લખનઉની ટીમમાં મોટો ફેરફાર
આજની મેચમાં લખનઉની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવેશ ખાન ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયો અને તેની જગ્યાએ મોહસિન ખાનને સામેલ કરવામાં આવ્યો છે. આવેશ ખાને આ સીઝનમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 8.29 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ હાંસલ કર્યા છે. આવેશ ખાને ગત સીઝનમાં 24 વિકેટ ઝડપી હતી. તે આઈપીએલ 2021 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની લિસ્ટમાં બીજા નંબર પર હતો. લખનઉની ટીમે આવેશ ખાનને 10 કરોડમાં ખરીદ્યો હતો.