• Home
  • News
  • ગુજરાત પર ‘વાયુ’ પછી ‘મહા’વાવાઝોડાની આફત
post

ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’ વાવાઝોડાની આફત આગામી 6 અને 7 નવેમ્બરના રોજ આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 14:06:39

અમદાવાદ: ગુજરાત પર વાયુબાદ મહાવાવાઝોડાની આફત આગામી 6 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 6 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે. 6થી 7 નવેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. 6 તારીખે સવારે 60થી 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિકલાકે ઝડપ પવન ફૂંકાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.