• Home
  • News
  • મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે જામશે વિધાનસભાનો ચૂંટણી જંગ, 24મીએ રિઝલ્ટ જાહેર થશે
post

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે જામશે વિધાનસભાનો ચૂંટણી જંગ, 24મીએ રિઝલ્ટ જાહેર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:49:51

નવી દિલ્હી: કેન્દ્રીય ચૂંટણીપંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, 21મી ઓક્ટોબરે બંને રાજ્યોમાં મતદાન થશે અને 24મી ઓકટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે, સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરાઇ છે, જુદા જુદા રાજ્યોની કુલ 64 વિધાનસભા બેઠકો પર 24 ઓક્ટોબરે પેટાચૂંટણી થશે, સાથે જ બિહારની સમ્તીપુર લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે, મુખ્ય ચૂંટણી કમિશન સુનિલ અરોરાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન રજૂ કરવામાં આવશે અને 4 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી નોંધાવાની રહેશે, 7 ઓક્ટોબર ફોર્મ પાછી ખેંચવાની અંતિમ તારીખ રહેશે.

હરિયાણા વિધાસભામાં 90 બેઠકો પર અને મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો પર એક જ દિવસે ચૂંટણી યોજાશે, ચૂંટણીપંચની જાહેરાત બાદ બંને રાજ્યોમાં આંચાર સહિતા લાગુ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો છે અને હરિયાણામાં 1.28 કરોડ મતદારો છે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે, જ્યારે એનસીપી-કોંગ્રેસ સાથે ચૂંટણી લડીને વિરોધીઓને ટક્કર આપશે, ઉપરાંત હરિયાણામાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે, હાલ હરિયાણામાં ભાજપની સરકાર છે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર છે.

adv

Related News

post
post
post
post
post
post
post