• Home
  • News
  • શિવસેના સાથે ખેંચતાણ પછી ભાજપના ધારાસભ્યોની આજે બેઠક
post

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 11:33:09

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અઢી વર્ષ માટે તેમના મુખ્યમંત્રી બનાવવાની વાત પર અડગ છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે, 5 વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક થવાની છે. તેમાં ફડણવીસ ફરી ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા છે. ભાજપના કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પાર્ટીના ઉપાધ્યક્ષ અવિનાશ ખન્નાને બેઠક માટે પર્યવેક્ષક બનાવાવમાં આવ્યા છે.

આ પહેલાં ફડણવીસે કહ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, શિવસેના સાથે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યૂલા જેવી કોઈ સમજૂતી થઈ નથી. ફડણવીસનું આ નિવેદન સંજય રાઉતના તે નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે પાસે સરકાર બનાવવાનો વિકલ્પ છે. પરંતુ તેઓ તેને સ્વીકારવાનું પાપ કરવા નથી માંગતા.

ત્યારપછી ફડણવીસે ખુલાસો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી સમયે શિવસેનાએ અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તે વિશે મારી સામે કોઈ નિર્ણય આવ્યો નથી. જો આ વિશે કઈ નક્કી થયું પણ હશે તો તે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.