• Home
  • News
  • મહારાષ્ટ્ર રાજકીય ઘમાસાણ-વિશેષ સત્રમાં પ્રોટેમ સ્પીકરે ધારાસભ્યોને શપથ અપાવ્યા, ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળ્યા
post

મહારાષ્ટ્રમાં આજે એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-27 09:53:04

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ ગઈ છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે સૌથી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. કોલંબકર દરેક 288 ધારાસભ્યોને પદ-ગોપનીયતાના શપથ અપાવશે. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ વિધાનસભામાં દરેક ધારાસભ્યોની આગેવાની કરી હતી. સુપ્રીયાએ કહ્યું હતું કે, અમારી જવાબદારી વધી છે. આજે સમગ્ર મહારાષ્ટ્રની જનતા અમારી સાથે છે.

ફડણવીસ પછી છગન ભુજબળ, અજીત પવાર, જયંત પાટીલ, બાલાસાહેબ થોરાટે શપથ લીધા

ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા.