• Home
  • News
  • મહાઠગ કિરણ પટેલને જમ્મુ જેલમાં મોકલાયો, PMOના વિઝિટિંગ કાર્ડ છાપનારની ધરપકડ
post

ક્રાઈમ બ્રાંચની ટીમ કિરણ પટેલને લઈને જમ્મુ જવા રવાના થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:34:44

અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતાં. રિમાન્ડ પૂર્ણ થતાં જ તેને ફરી જમ્મુ જેલમાં મોકલાયો છે. તે ઉપરાંત તેના વિઝિટીંગ કાર્ડ છાપનાર આકાંક્ષા ક્રિએશનના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કિરણને લઈને જમ્મુ રવાના થઈ ગઈ છે.  મહાઠગ કિરણ સામે ચાર ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે. ગુજરાત પોલીસની એક ટીમ 4 એપ્રિલે કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવામાં આવી હતી. કિરણ પટેલને 36 કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.

વિઝિટિંગ કાર્ડ છાપનારની પણ ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ માટેના વિઝિટીંગ કાર્ડ છપાવ્યા હતા તેની અને જે મોબાઈલ નંબર વાપરતો હતો તે મોબાઈલ નંબરની આજે તપાસ કરી હતી. કિરણ પટેલે મણીનગર વિસ્તારમાંથી જ વિઝિટીંગ કાર્ડ છપાવ્યા હતા અને મોબાઈલ નંબર પણ જ તે જ વિસ્તારમાંથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. મણિનગર ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી માર્કેટમાં આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તેણે વિઝિટીંગ કાર્ડ છપાવ્યા હતા. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેણે ADDITIONAL DIRECTOR P.M.O.STRATERGY CAMPAIGN લખેલા કાર્ડ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બનાવડાવ્યા હતા.પોલીસે આકાંક્ષા ક્રિએશનના માલિકની પણ ધરપકડ કરી છે. 

21 એપ્રિલ સુધીના રિમાન્ડ પૂર્ણ થતાં કાર્યવાહી
મહાઠગ કિરણ પટેલ  સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. પરંતુ હવે કિરણનો ગાળિયો વધુ મજબૂત થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. 18 એપ્રિલે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામનીની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં હતાં. 

adv

Related News

post
post
post
post
post
post
post