• Home
  • News
  • અતીકની માફક મહાઠગને લવાશે:PMOના નકલી ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ ડબ્બામાં લાવશે, 36 કલાક પુરાયેલો રહેશે
post

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, કિરણ પટેલને લેવા અમારી ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:17:39

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતીક અહેમદનું નામ લોકજીભે ચડ્યું હતું. પરંતુ આ પહેલાં એક મહાઠગનું નામ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો અધિકારી હોવાનું કહીને સેન્સેટિવ એરિયા એવા જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બનીને Z+ સિક્યુરિટીમાં છેક બોર્ડર પહોંચી ગયો હતો. ત્યારે તેનું કારનામું બહાર આવ્યું હતું. પછી ગુજરાતમાં પણ તેનાં કૌભાંડ ખૂલ્યાં હતાં. એક પૂર્વ મંત્રીના ભાઈના બંગલો પચાવી પાડવાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પોલીસ ડબ્બામાં લેવા કાશ્મીર ગઈ છે. ફાઈવસ્ટાર લક્ઝુરિયસ લાઈફ જીવતા મહાઠગને પોલીસ ડબ્બામાં પાછો લવાશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, કિરણ પટેલને લેવા અમારી ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ છે. અમારા માટે તે આરોપી છે અને સામાન્ય આરોપીની જેમ જ તેને બાય રોડ અમદાવાદ લવાશે અને તેની પૂછપરછ પણ એ જ રીતે કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચની જાંબાજ પોલીસની ટીમ પાછો લાવશે
ગુજરાતના મહાઠગ કિરણ પટેલનાં એટલાં કારનામાં છે કે તેનું એક સાંભળો તો નવું ચડિયાતું નીકળે છે. પહેલાં ફાઈવ સ્ટાર ક્લબની ચૂંટણીમાં તો ક્યારેક PMOનો અધિકારી બનીને પાકિસ્તાન સરહદ ફરવા સુધીમાં તે પોતાની કારીગરી વાપરી ચૂક્યો છે. પણ હવે તેના વળતાં પાણી થયાં છે. મહાઠગ કિરણ પટેલને લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોડ માર્ગે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 36 કલાકની મુસાફરી બાદ કિરણ પટેલને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને અમદાવાદ લાવવામાં આવશે. એક સમયે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝુરિયસ કારમાં ફરતો કિરણ પટેલને પોલીસના ડબ્બામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈને આવશે. આ વખતે તેની આસપાસ કોઈ સામાન્ય પોલીસ નહીં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ હશે.

પૂર્વ મંત્રીના ભાઈનો કરોડોનો બંગલો પચાવ્યો છે
અમદાવાદ તેમજ આખા રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. જેમાં એક મંત્રીના ભાઈ પણ આવી ગયા હતા. તેમની પાસેથી કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ તેણે અનેક ગતકડાં કર્યાં હતાં. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો અને ક્યાંક મારીને રોકડી કરી લેતો હતો.

બેંકમાં અધિકારીઓની ઓળખાણ
ગુજરાતની મહત્ત્વની બ્રાન્ચોમાં પણ કિરણ પટેલના ઓળખીતા અધિકારીઓ કામ કરે છે. જે હાલ તેમને ઓળખતા નથી તેવું રટણ કર્યા કરે છે. બીજી તરફ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસે શોધીને સાબિત કરી દીધું કે, આ એક ભેજાબાજ ઠગ છે. કિરણ પટેલ સામે જમ્મુ-કાશ્મીર બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ એક ફરિયાદ નોંધાય છે. જેમાં પૂર્વ મંત્રીના ભાઈને છેતરવાનો કારસો ઘડવામાં આવ્યો હતો, ત્યારે હવે આ કેસમાં તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ અને અન્યની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી છે.

કિરણને કાશ્મીરથી અમદાવાદની લાંબી મુસાફરી કરાવાશે
તે હવાઈ માર્ગે નહીં પણ બાય રોડ અમદાવાદ લાવવામાં આવશે. સામાન્ય કેદીની જેમ મહાઠગને પોલીસ ડબ્બામાં નાખીને લાવવામાં આવશે. જ્યારે તેને કોઈ સુખ-સગવડ નહીં, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવીને અન્ય કેદીઓની જેમ જ સરભરા કરવામાં આવશે. જ્યારે તેની સામે ચાલતા ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અધિકારીઓ સરભરા કરવાના મૂડમાં છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post