• Home
  • News
  • પોલીસ રિમાન્ડમાં મહેન્દ્ર પટેલની કબૂલાત, 50 શાળાઓને રૂ. 5 કરોડનો ચૂનો ચોપડ્યો
post

તોડબાજ મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘૂસતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-03 19:50:55

રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખસની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. પાંચ દિવસના રિમાન્ડમાં મહેન્દ્ર પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહેન્દ્ર પટેલે 50 જેટલી શાળાઓમાં રૂપિયા 4થી 5 કરોડનો તોડ કર્યાનું કબૂલ્યું છે. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે મહેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શાળાના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ કરી હતી

સુરતની શાળાના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડકેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. CID ક્રાઈમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત રૂપિયા એક કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી. તોડબાજ મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર સાતમાં રહેતો હતો. હાલ મહેન્દ્ર પટેલની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં તેમણે રૂ. 5 કરોડ જેટલી રકમ વસૂલી હોવાનો ખૂલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર પટેલ સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો. આ ઉપરાંત શાળમાં થતાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.


adv

Related News

post
post
post
post
post
post
post