• Home
  • News
  • મહેન્દ્રસિંહ ધોનીની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ, દિલમાંથી નોટ આઉટ
post

ધોનીએ શનિવારે સાંજે 7:29 વાગ્યે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગયા વર્ષે તેની ત્રણ મિનિટ પહેલાં ભારત વર્લ્ડકપમાંથી બહાર થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:33:25

નવી દિલ્હી: મેચના પરિણામો બદલીને ચોંકાવવા માટે વિખ્યાત 39 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. ધોનીએ લખ્યું- મને 15 ઓગસ્ટ સાંજે 7:29 વાગ્યાથી નિવૃત્ત સમજજો. તજજ્ઞો માની રહ્યા હતા કે ધોની ટી20 વર્લ્ડકપ પછી સંન્યાસ લેશે. કોરોનાને કારણે ચાલુ વર્ષે યોજાનારો ટી20 વર્લ્ડકપ ટળી ગયો છે.

મેદાન પર મેળવેલી આ ઉપલબ્ધિના કારણે એમ. ધોની ભવિષ્યમાં પણ ક્રિકેટ પ્રેમીઓના દિલ પર રાજ કરતા રહેશે
દેશનો સૌથી સફળ કેપ્ટન

·         3 આઈસીસી ટ્રોફી અપાવી, વન-ડે અને ટી20માં 151 વાર જીત અપાવી. આ બંને મામલામાં રીકિ પોન્ટિંગ (172 જીત) જ ધોનીથી આગળ છે.

વિશ્વનો સૌથી મોટા મેચ ફિનિશર

·         47 વાર અણનમ રહ્યો, તેમાં 45 મેચ જીત્યો

·         9 વાર વન-ડે મેચમાં છગ્ગો ફટકારી જીત અપાવી

વિકેટકીપર તરીકે સૌથી વધુ છગ્ગા

·         ધોની-359, ગિલક્રિસ્ટ-259, મેક્કુલમ-208

દેશનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર
829
શિકાર કર્યા, મોંગિયા (261) બીજા સ્થાને. દુનિયામાં બાઉચર (998) અને ગિલક્રિસ્ટ (905) જ ધોનીથી આગળ. વન-ડેમાં 123 સ્ટમ્પિંગનો વર્લ્ડરેકોર્ડ. ટી-20 ઈન્ટરનેશનલમાં 91 શિકાર. 34 સ્ટમ્પિંગ. આ પણ વર્લ્ડરેકોર્ડ.

ડીઆરએસ એક્સપર્ટ
ધોનીને ડીઆરએસ પસંદ નહોતું. પરંતુ જ્યારે ડીઆરએસ લાગુ થયું તો ધોની તેમાં એટલા માહેર થઈ ગયા કે તેને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના સ્થાને ધોની રિવ્યૂ સિસ્ટમ કહેવા માંડ્યા.

નાના શહેરનો મોટો ખેલાડી
ધોની રાંચીથી આવતો હતો. રાંચી ઝારખંડનું પણ ક્રિકેટ સેન્ટર નહોતું. ધોની પછી અન્ય ઘણા નાના શહેરોમાંથી ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનો હિસ્સો બન્યો.

કેપ્ટનના પણ કેપ્ટન
કોહલી તમામ મોટા નિર્ણય ધોનીની સલાહથી લેતો હતો. બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ પ્લેસમેન્ટ અને DRS લેતા પહેલા વિરાટ ધોની સાથે વાત કરતો હતો.

સ્પિનરોનો સલાહકાર
રવિન્દ્ર જાડેજા, અશ્વિનની કેરિયર બનાવવામાં ધોનીની મોટી ભૂમિકા છે. યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને તે સ્ટમ્પ પાછળથી ગાઈડ કરીને સફળતા અપાવી.

બોલર તરીકે એક વિકેટ પણ લીધી
2009
માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિકેટ લીધી હતી.

રેકોર્ડની પરવાહ નહીં
માત્ર 574 વધુ રન ફટકાર્યા હોત તો વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન બન્યા હોત. તેના 17,266 રન છે. તેનાથી વધુ સંગાકારાના 17,840 રન છે.

ઈન્ટરનેશનલ કારકિર્દી

·         ડેબ્યૂ : 23 ડિસેમ્બર 2004

·         સંન્યાસ : 15 ઓગસ્ટ 2020

હવે પછીની ઇનિંગ... બે વર્ષ IPL રમશે, પછી ચેન્નાઈ સુપરકિંગ્સના મેન્ટર બનશે
ધોનીના સૌથી નજીકના મિત્ર પ્રવિણસિંહે ધોનીના ભવિષ્ય સંબંધિત કેટલીક વાત ભાસ્કર સાથે ચર્ચી. તેમણે કહ્યું કે ધોની હજી બે વર્ષ સુધી આઈપીએલ રમશે. ત્યારપછી ચેન્નાઈ સુપરકિંગ્સના મેન્ટર તરીકે જોડાશે. આર્મીમાં સેવા આપતા રહેશે. આ બધા વચ્ચે સમય કાઢી ઝારખંડ ક્રિકેટ એસોસિએશનમાં નવા ખેલાડીઓને તાલીમ આપશે. ધોની અને પ્રવિણ સાથે લગભગ 200 મેચ રમ્યા છે. ધોની અને પ્રવિણની મિત્રતા અંડર16 મેચ દરમિયાન થઈ હતી. ત્યારથી એ બંને સારા મિત્રો છે.

મને તમારા પર ગર્વ છે
સાક્ષી ધોનીએ કહ્યું- તમારી ઉપલબ્ધિથી મને તમારા પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે તમે તમારા જુનૂનને અલવિદા કહેવા માટે આંસુઓને રોકી લીધા હશે.

ભાસ્કર વિચાર: BCCI દુનિયાના દિગ્ગજને બોલાવી વિદાય મેચ કરાવે
ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનની વિદાય પણ ઐતિહાસિક હોવી જોઈએ. બીસીસીઆઈએ માહીના સમકક્ષ રહેલા દુનિયાના દિગ્ગજ ખેલાડીઓને બોલાવી એક્ઝિબિશન મેચ રમાડવી જોઈએ. મેચ ભારતમાં જ યોજાય અને તેનું લાઈવ પ્રસારણ થવું જોઈએ. કોરોનાના સમયમાં આ મેચ દર્શકો વિના પણ યોજી શકાય. દેશને ગૌરવ અને આનંદના 16 વર્ષ આપનાર મહેન્દ્રસિંહ ધોનીની વિદાયની પળ પણ જીવંત હોય, તેની પહેલ બીસીસીઆઈએ જ કરવી પડશે.