• Home
  • News
  • મલેશિયા ઓપન:શ્રીકાંત-સાઇના પહેલા રાઉન્ડમાં હાર્યા, જાપાનના પ્લેયર નિશિમોટાએ બીજીવાર હરાવ્યો
post

ભારતીય મહિલા ડબલ્સ જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 18:37:57

ટીમ ઈન્ડિયાના બેડમિંટન ખેલાડી કિદાંબી શ્રીકાંત અને સાઇના નેહવાલને મલેશિયા ઓપનના પહેલા રઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. મેન્સ સિંગલ્સ કેટેગરીના પહેલા જ રાઉન્ડમાં શ્રીકાંતને જાપાનના કેંટા નિશિમોટાએ સતત બે ગેમમાં 21-19, 21-14થી પરાજય આપ્યો હતો. બન્ને પ્લેયર્સ વચ્ચે 42 મિનિટ સુધી મેચ ચાલી હતી. શ્રીકાંત અને નિશિમોટા સાતમી વખત આમને-સામને ટકરાયા હતા.

નિશિમોટાની આ શ્રીકાંતની સામે 2018 પછી પહેલીવાર અને ઓવરઓલ બીજી જીત છે. આની પહેલા નિશિમોટાએ શ્રીકાંતને 2018 હોંગકોંગ ઓપનમાં સતત ગેમમાં હાર આપી હતી. સાઇના નેહવાલને ચીનની હાન યૂએ ત્રણ ગેમમાં 21-12, 17-21, 21-12થી હરાવી હતી. હાન યૂએ બીજીવાર જીત મેળવી હતી.

બે વાર કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન રહેલી સાઇનાને ચીનની હાન યૂઈએ 21-12, 17-21, 21-12થી હાર આપી હતી. ઈજા અને ખરાબ ફોર્મના કારમે સાઇના ગત વર્ષે પણ સારું પ્રદર્શન નહોતી કરી શકી.

ત્રિશા અને ગાયત્રી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં
ભારતીય મહિલા ડબલ્સ જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ત્રિશા-ગાયત્રીએ પહેલા રાઉન્ડમાં હોંગકોંગની જોડી યંગ નગા ટિંગ અને યંગ પુઈ લામને 21-19, 21-14થી હરાવ્યા હતા. ભારતીય જોડીએ માત્ર 34 મિનિટમાં જ મેચ જીતી લીધી હતી. હવે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તેમનો સામનો બુલ્ગારિયાની જોડી સામે થશે. તો, મેન્સ ડબલ્સમાં કૃષ્ણા પ્રસાદ અને વિષ્ણુવર્ધનને પહેલા રાઉન્ડમાં જ હાર મળી હતી.