• Home
  • News
  • મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો:IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર મલિંગા વ્યક્તિગત કારણોસર નહિ રમે, લીગમાં એકપણ મેચ ન રમનાર ઓસ્ટ્રેલિયાનો પેટિન્સન રિપ્લેસમેન્ટ જાહેર થયો
post

મલિંગાએ IPLની 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેણે એક સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ 2011માં ઝડપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:09:49

IPL શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લસિથ મલિંગાએ વ્યક્તિગત કારણોસર લીગમાં ન રમવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનની પસંદગી કરવામાં આવી છે. તે હજી સુધી IPL રમ્યો નથી.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટીમે આ વર્ષે IPL માટે લસિથ મલિંગાના સ્થાને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિન્સનને સાઇન કર્યો છે. પેટિન્સન આ અઠવાડિયાના અંત સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાશે.

અમે મલિંગાને મિસ કરીશું: આકાશ અંબાણી

·         ટીમના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે, જેમ્સ અમારા માટે એકદમ બરાબર છે. તેની હાજરીથી ફાસ્ટ બોલર્સની પસંદગીમાં વિકલ્પ વધી ગયો છે.

·         મલિંગા લીજેન્ડ છે અને અમારી ટીમનો મજબૂત પિલર રહ્યો છે. અમે તેને ટૂર્નામેન્ટમાં જરૂર મિસ કરીશું.

·         અમે સમજીએ છીએ કે તેનું તેના પરિવાર સાથે રહેવું જરૂરી છે. અમે જેમ્સનું મુંબઇ ઇન્ડિયન્સમાં સ્વાગત કરીએ છીએ.

મલિંગાનો IPL રેકોર્ડ

·         મલિંગાએ IPLની 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેણે એક સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ 2011માં ઝડપી હતી.

·         તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ડોટ બોલ નાખનાર બોલર્સની સૂચિમાં 1155 સાથે બીજા સ્થાને છે. હરભજન સિંહ 1249 ડોટ બોલ સાથે પ્રથમ સ્થાને છે.