• Home
  • News
  • ઈતિહાસમાં આજે:2012માં છોકરીઓના અભ્યાસને લઈને અવાજ ઉઠાવવા પર પાકિસ્તાનમાં મલાલાને ગોળી મારવામાં આવી હતી; 2006માં ગૂગલે 165 કરોડ ડોલરમાં યૂટ્યુબ ખરીદ્યું હતું
post

2006માં સમતા પાર્ટીના પ્રમુખ જયા જેટલી પર વર્ષ 2000માં ઇઝરાયેલી કંપની પાસેથી કરોડો રૂપિયાના ડિફેન્સ કોન્ટ્રાક્ટમાં લાંચ લેવાનો આરોપ લાગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 11:10:10

મલાલા યુસુફઝઇનો જન્મ 1999માં થયો હતો અને 2009માં જ્યારે તેને ગુલ મકઇના નામથી બીબીસી ઉર્દુ માટે ડાયરી લખવાનું શરૂ કર્યુ, તો તે ચર્ચામાં આવી ગઈ. આ ડાયરી બહારની દુનિયા માટે હતી, જેમાં તેને સ્વાત ઘાટીમાં તાલિબનાના જુલમ વચ્ચે કઈ રીતે લોકો જીવન જીવ રહ્યાં છે તેની સમગ્ર વાત રજૂ કરી હતી. મલાલાથી ચરમપંથીઓ નારાજ હતા. આ કારણથી જ 2012માં 9 ઓક્ટોબરનાં રોજ તાલિબાને મલાલાના માથ પર ગોળી મારી હતી. તેની સ્થિતિ એટલી ખરાબ હતી કે કોમામાં જ તેને સારવાર માટે યુકે લઈ જવી પડી હતી.

મલાલા ત્યારથી જ યુકેમાં જ છે. 2014માં મલાલાને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તે સમયે તે માત્ર 17 વર્ષની જ હતી. આ પુરસ્કાર મેળવનાર તે વિશ્વની સૌથી યુવા હસ્તી છે. હવે, તે યુકેમાં જ સ્કૂલ ચલાવે છે. બે વર્ષ પહેલાં તે પહેલી વખત પાકિસ્તાન પરત ફરી હતી. મલાલા હવે 21 વર્ષની થઈ ગઈ છે.

ગૂગલે યૂટ્યુબના અધિગ્રહણની જાહેરાત કરી
ગૂગલે 2006માં 9 ઓક્ટોબરનાં રોજ જાહેરાત કરી હતી કે તેઓએ 165 કરોડ ડોલરમાં યૂટ્યુબ ખરીદી રહ્યું છે. આજે આ યૂઝર જનરેટેડ કન્ટેટ વીડિયો પ્લેટફોર્મ પર 200 અબજથી વધુ લોગ-ઈન યુઝર્સ દર મહિને આવે છે. દરરોજ લોકો એક અબજ કલાકથી વધુ સમય સુધી વીડિયો જુવે છે. અબજો વ્યૂઝ જનરેટ કરે છે. યૂટ્યુબની ઓફિશિયલ વેબસાઈટના જણાવ્યા મુજબ, 70 ટકા યૂટ્યુબ વોચ ટાઈમ મોબાઈલ ડિવાઈસથી આવે છે. કંપની 100થી વધુ દેશો માટે તેનું લોકલ વર્ઝન લોન્ચ કરી ચુકી છે, જે લગભગ 80 ભાષાઓમાં અવેલેબલ છે.

ઈતિહાસમાં આજની તારીખ આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છેઃ

·         1776: અમેરિકાની સંસદે સત્તાવાર રીતે દેશનું નામ યુનાઈટેડ કોલોનીથી બદલીને સંયુક્ત રાજ્ય અમેરિકા કર્યુ.

·         1876: પહેલી વખત ટેલિફોન પર આઉટડોર વાયરના માધ્યમથી અરસપરસ વાતચીત થઈ. આ વાતચીત બોસ્ટનમાં રહેતા બેલ અને કેમ્બ્રિજમાં રહેતા વોટસન વચ્ચે થઈ હતી.

·         1920: અલીગઢની એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય બની.

·         1945: પ્રસિદ્ધ સરોદ વાદક અમજદ અલી ખાંનો જન્મ.

·         1954: આફ્રિકી દેશ અલ્જીરિયામાં ભૂંકપથી 1400 લોકોના મોત.

·         1962: આફ્રિકા દેશ યુગાન્ડ સ્વતંત્ર થયું.

·         1967: આર્જેન્ટિનાના પ્રસિદ્ધ માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગ્વેરાની હત્યા.

·         1998: પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ઈસ્લામી શરીયત કાયદાને દેશનો સર્વોચ્ચ કાયદો બનાવ્યો.

·         2005: યુરોપિયન ઉપગ્રહ 'ક્રાયોસેટ'નું લોન્ચિંગ નિષ્ફળ

·         2006: બહુજન સમતા પાર્ટીના સંસ્થાપક કાંશીરામનું નિધન થયું.

·         2006: સમતા પાર્ટીના પ્રમુખ જયા જેટલી પર વર્ષ 2000માં ઇઝરાયેલી કંપની પાસેથી કરોડો રૂપિયાના ડિફેન્સ કોન્ટ્રાક્ટમાં લાંચ લેવાનો આરોપ લાગ્યો.

·         2012: ઈરાકમાં બોમ્બ હુમલામાં સોથી વધુ લોકોના મોત, 350થી વધુ ઘાયલ.

 

adv

Related News

post
post
post
post
post
post
post