• Home
  • News
  • માના પટેલનો ૧૦૦ મીટર વિમેન્સ બેકસ્ટ્રોકમાં બેસ્ટ ઈન્ડિયન ટાઈમ
post

ફ્રાન્સમાં યોજાયેલી સ્વિમિંગ મીટમાં મેળવેલી સિદ્ધિ, માનાએ એક મિનિટ અને ૩.૬૯ સેકન્ડમાં રેસ પુરી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 19:13:35

નવી દિલ્હી: ગુજરાતની ઓલિમ્પિયન સ્વિમર માના પટેલે ફ્રાન્સમાં યોજાયેલી એક ઈવેન્ટમાં મહિલાઓની ૧૦૦ મીટર બેક સ્ટ્રોક ઈવેન્ટમાં બેસ્ટ ઈન્ડિયન ટાઈમ આપીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ૨૨ વર્ષીય માનાએ ફ્રાન્સની કાનેટ લેગ ઓફ મારૅ નોસ્ટ્રુમમાં આ સફળતા મેળવતા રેસ એક મિનિટ અને ૩.૬૯ સેકન્ડમાં પુરી કરી હતી.

ટુર્નામેન્ટના આખરી દિવસે માનાએ તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરતાં આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. નોંધપાત્ર છે કેઅગાઉનો રેકોર્ડ પણ માનાના નામે જ હતો. તેણે ગત વર્ષે બેલગ્રાડેમાં યોજાયેલી ઈવેન્ટમાં એક મિનિટ અને ૩.૭૭ સેકન્ડનો સમય આપ્યો હતો.

માનાએ આ મીટમાં બી ફાઈનલ માટે ઓવરઓલ ૧૫માં ક્રમે ક્વોલિફાય કર્યું હતુ. જ્યાં તેણે એક મિનિટ અને ૩.૮૭ સેકન્ડનો સમય આપ્યો હતો. સ્વિમિંગમાં નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં નોંધાતા રેકોર્ડને જ નેશનલ રેકોર્ડ તરીકે માન્યતા મળે છે. જેના કારણે અન્ય મીટમાં નોંધાતા રેકોર્ડને બેસ્ટ ઈન્ડિયન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post