• Home
  • News
  • માન્ચેસ્ટર સિટી નાણાકીય નિયમોના ઉલ્લંઘનમાં દોષિત, UEFA લીગમાં રમવા પર 2 વર્ષનો પ્રતિબંધ
post

UEFAએ માન્ચેસ્ટર સિટીને લગભગ 232 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:00:29

ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી ફાઇનાન્સિયલ ફેર પ્લે (FFP) નિયમના ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયું છે. આથી, તેમને 2 વર્ષનો પ્રતિબંધ અને યુરોપિયન ચેમ્પિયન્સ લીગમાં રમવા માટે 232 કરોડનો દંડ આપવામાં આવ્યો છે. શુક્રવારે યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિયેશન (UEFA) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. FFP નિયમનો હેતુ બધા ક્લબના માલિકોને સ્પોનસરશિપ ડીલ દ્વારા અમર્યાદિત પૈસા કમાવવાથી અટકાવવાનો છે. માન્ચેસ્ટર આ વર્ષે UEFAમાં રમવાનું ચાલુ રાખશે.

માન્ચેસ્ટર તપાસમાં સહકાર આપવામાં પણ નિષ્ફળ
UEFAની ક્લબ ફાઇનાન્સિયલ કંટ્રોલ બોડી (CFCB)એ કહ્યું કે માન્ચેસ્ટરે 2012 અને 2016 ની વચ્ચે રિપોર્ટ રજૂ કર્યો. તદનુસાર, માન્ચેસ્ટરએ નિયમો તોડ્યા અને સ્પોન્સરશિપ દ્વારા અમર્યાદિત પૈસા કમાયા. તે તપાસમાં સહકાર આપવામાં પણ નિષ્ફળ રહ્યું. ઇંગ્લિશ પ્રીમિયર લીગના પોઈન્ટ્સ ટેબલમાં માન્ચેસ્ટર સિટી 51 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ટીમે અત્યાર સુધી 25માંથી 16 મેચમાં જીત મેળવી છે. 6 મેચમાં હારનો સામનો કર્યો છે, જ્યારે 3 મેચ ડ્રો રહી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post