• Home
  • News
  • નિત્યાનંદને રૂબરૂમાં એક જ વાર મળ્યા પછી મંજુલા શ્રોફે આશ્રમને 5 વર્ષ માટે જમીન, 10 લાખનું ડોનેશન આપી દીધું
post

એપ્રિલ-2018માં બેંગલુરુના બિદડી આશ્રમમાં યોગ શિબિરમાં મુલાકાત થઈ હતી-શ્રોફ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 08:59:01

અમદાવાદ: નિત્યાનંદને રૂબરૂમાં એક વાર, એપ્રિલ-2018માં મળ્યા પછી આશ્રમને 5 વર્ષ માટે જમીન અને 10 લાખનું ડોનેશન આપ્યું હોવાનું મંજુલા પૂજા શ્રોફે પોલીસને જણાવ્યું હતું. એસઆઈટીએ સોમવારે સવારે 11થી 3 વાગ્યા સુધી મંજુલાને નિત્યાનંદ આશ્રમ દ્વારા બે બાળકીઓને ગોંધી રાખવા અને નિત્યાનંદિતાને વિદેશ ભગાડવાના મામલે અનેક સવાલો કર્યા હતા. કેસમાં અમિતાભ શાહને 12મીએ પોલીસમાં હાજર થવા સમન્સ અપાયું છે.


પોલીસ સમક્ષ કહ્યું, પ્રાણપ્રિયાએ કહ્યું એટલે જગ્યા આપી દીધી હતી, આશ્રમમાં શું ચાલતું હતું તે વિશે જાણતી નથી.


પોલીસનિત્યાનંદને તમે ક્યારે અને ક્યાં મળ્યા હતા?
શ્રોફ : એપ્રિલ-2018માં બેંગલુરુના બિદડી આશ્રમમાં યોગ શિબિરમાં મુલાકાત થઈ હતી.


પોલીસ : નિત્યાનંદ સાથે ફોન પર ક્યારે-શું વાત થઈ?
શ્રોફ : પહેલી વખત મળ્યા બાદ ફોન પર કે રૂબરૂમાં ક્યારેય વાતચીત થઈ નથી.


પોલીસ : વાતચીત વગર જગ્યા કેવી રીતે ભાડે આપી દીધી ?
શ્રોફ : મે-જૂન 2018માં પ્રાણપ્રિયા મળવા આવી અને ગુરુકુળના બાળકો ભાડે રહે છે તો જગ્યા આપવા કહ્યું હતું એટલે જગ્યા આપી હતી.


પોલીસ : ફરિયાદીનો આક્ષેપ છે કે તમે બાળકોના અપહરણ અને તેમની દીકરીને વિદેશ મોકલવામાં મદદ કરી છે.
જવાબ : આશ્રમમાં શું ચાલતું હતું વિષે હું કંઈ જાણતી નથી. ઘટના બની તે સમયે 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી હું અમેરિકા હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post