• Home
  • News
  • રાજકોટમાં એક લાખ રૂપિયા લેવા લોકોએ જિંદગી દાવ પર મુકી, લોનના ફોર્મ લેવા લોકોના ટોળેટોળા
post

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, અમુક બેંકોમાં ફોર્મ જ નથી આવ્યા, લોકો પરેશાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 12:18:09

રાજકોટ: સરકાર દ્વારા લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે લોકો પાન-માવાની દુકાને તો લાઇન લગાવી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. હજી પાનની દુકાને લોકોના ટોળા ઉમટે છે તેને મેનેજ કરવામાં પોલીસ કે વહીવટી તંત્ર સફળ રહ્યું નથી. ત્યારે હવે એક લાખની લોન લેવા માટે રાજકોટની બેંકોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મુકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી. તેમજ પોલીસ પણ તેનું પાલન કરાવી રહી નથી કે નથી બેંકના અધિકારીઓ પાલન કરાવી રહ્યા. 

સરકાર દ્વારા જાહેરાત કરાઇ પરંતુ લોકો અસંમજસમાં

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પૂરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા છે. લોકો આધાર કાર્ડ લાવ્યા વિના બેકો પર ઉમટી પડ્યા છે. રાજકોટની અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા નથી. આથી લોકો પરેશાન બન્યા છે. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. લોકોના ટોળા કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  નટુભાઇ ચાવડા નામના વ્યક્તિએ જમઆવ્યું હતું કે, બેંકવાળા કહે છે કે ફોર્મ જ આવ્યા નથી. બધી જગ્યાએ ધક્કા જ ખવડાવે છે.  સરકારની વધુ એક ભૂલ આ રીતે ફોર્મ વિતરણ કરી શું કોરોનાને આમંત્રણ આપવાની વાત છે. આ ઓનલાઈન સરકાર કરી શકી હોત પરંતુ આ રીતે લોકો ફોર્મ લેવા આવે તો કોરોના થવાની પૂરી શક્યતા છે. બેંક અથવા સરકારનું ફોર્મ વિતરણમાં કોઈ સુરક્ષાને ગલતું કોઇ આયોજન જ નથી.