• Home
  • News
  • મેચ રેફરી ક્રિસ બ્રોડે દીકરા સ્ટુઅર્ટ પર મેચ ફીનો 15% દંડ ફટકાર્યો, પિતાથી સજા મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો
post

બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાકિસ્તાની સ્પિનર યાસિર શાહને આઉટ કર્યા પછી અનુચિત ભાષાનો ઉપયોગ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 11:57:12

ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને મેચ રેફરી અને તેના પિતા ક્રિસ બ્રોડ દ્વારા મેચ ફીના 15%નો દંડ ફટકારવામાં આવ્યો છે. તે પહેલા ક્રિકેટર બન્યો છે, જેને તેના પિતા દ્વારા સજા આપવામાં આવી હતી. તેણે પાકિસ્તાન સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં સ્પિનર ​​યાસિર શાહને આઉટ કર્યા બાદ તેની સામે અનુચિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના પાકિસ્તાનની બીજી ઇનિંગ્સની 46મી ઓવરમાં બની હતી.

બ્રોડ પર ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ કેટલબ્રો અને રિચાર્ડ ઇલિંગવર્થ, થર્ડ અમ્પાયર માઇકલ ગોફ અને ફોર્થ અમ્પાયર સ્ટીવ ઓહેગુનેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો, જે તેણે સ્વીકાર્યો છે. તે પછી, આ કેસમાં ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી પડી.

બ્રોડને 24 મહિનામાં ત્રીજો ડિમેરિટ પોઇન્ટ મળ્યો

·         ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જારી કરેલા નિવેદન અનુસાર, બ્રોડને ICC કોડ ઓફ કંડક્ટની ધારા 2.5ના ઉલ્લંઘનનો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે ઇન્ટરનેશનલ મેચોમાં અનુચિત ભાષા, ગેરવર્તન સાથે સંબંધિત છે.

·         આ સાથે, બ્રોડના રેકોર્ડમાં ડીમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો. 24 મહિનામાં આ તેનો ત્રીજો ગુનો છે અને તેના ખાતામાં કુલ ત્રણ ડિમેરિટ પોઇન્ટ છે.

·         બ્રોડે અગાઉ 27 જાન્યુઆરી 2020ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ચોથી ટેસ્ટ (વન્ડરર્સ) અને 19 ઓગસ્ટ 2018ના રોજ ભારત સામે ત્રીજી ટેસ્ટ (ટ્રેન્ટ બ્રિજ)માં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

·         24 મહિનામાં 4 ડિમેરિટ પોઇન્ટ પર 1 ટેસ્ટ અથવા 2 વનડે/T-20 માટે પ્રતિબંધ મુકવામાં આવે છે.