• Home
  • News
  • 4થા માળમાં શોર્ટ સર્કિટ થતાની સાથે જ MCB સ્વીચ પડી ગઈ, થોડી વારમાં આગ વોર્ડમાં ફેલાઈઃ ઇલેક્ટ્રિકલ નિષ્ણાત
post

શ્રેય હોસ્પિટલના 4થા માળનો વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 09:24:30

અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પોલીસના તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગ મામલે તપાસ અધિકારી એસીપી એલ.બી ઝાલાના જણાવ્યા મુજબ ફાયરના રિપોર્ટ મુજબ ફાયર NOC 30 એપ્રિલ 2020ના દિવસે જ પૂરી થઈ ગઈ છે. ગત વર્ષે 21 ફાયર એક્સ્ટિંગ્વિશર હતા. ફાયરની વેલિડિટી પૂરી થતી હતી. 21ની માર્ચ 2020ના દિવસે હોસ્પિટલ સંચાલકોએ સાબરમતીમાં આવેલી સ્ટોપ ફાયર એન્ડ સેફ્ટી કંપની પાસેથી રિફિલ કરાવ્યા હતા. જે 21મી માર્ચ 2021 સુધીના છે. જેનું હોસ્પિટલે પેમેન્ટ કર્યું છે. ICUમાં ત્રણ ફાયર એક્સ્ટિંગ્વિશર હતા, સ્પ્રિંક્લર ન હતા. રિપોર્ટ બાદ પોલીસે ફાયર પાસે NOC ન હતી માટે બેદરકારી અંગે ફાયરને પૂછ્યું છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
ઇલેક્ટ્રિલકલ નિષ્ણાતના જણાવ્યા મુજબ દરેક ફ્લોરની MCB (મિનિએચર સર્કિટ બ્રેકર) સ્વીચ અલગ છે. આગ લાગી ત્યારે 4થા માળની MCB પડી ગઈ હતી. જેનો સીધેસીધો મતલબ એ થાય છે કે, આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. હોસ્પિટલ વોર્ડના સ્વીચ બોર્ડમાંથી આગ લાગી હતી. જ્યોતિબેન સિંધીના વાળમાં આગ લાગી જે બૂઝાવવા પાણીની ડોલ લઇ PPE કીટ પહેરેલો વોર્ડ બોય ગૌરવ ગયો હતો. ગૌરવ PPE કિટમાં આગ લાગતા બહાર દોડ્યો હતો. કોઈ બચાવવા જાય તે પહેલાં જ આગ વિકરાળ થઈ ગઈ હતી અને ICUમાં રહેલા તમામ લોકો મોતને ભેટ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post