• Home
  • News
  • અમદાવાદના લગનિયા હનુમાને વિધવાઓ-ગરીબો સહિત 11 હજાર પ્રેમીઓનો લગ્ન કરાવ્યા, મેરેજ સર્ટિ.ની વ્યવસ્થા
post

2003થી લઇ અત્યાર સુધીમાં 11 હજાર કપલે લગ્ન કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 09:30:38

અમદાવાદ: વેલેન્ટાઇન્સ ડે પ્રેમીઓ માટે ખૂબ મહત્વનો છે. તો બીજી તરફ કેટલાક સંગઠનો દ્વારા વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ પણ કરવામાં છે, ત્યારે શહેરના મેઘાણીનગરમાં લગનિયા હનુમાનજીનું એક અનોખું મંદિર આવેલું છે. જ્યાં પ્રેમીઓના લગ્ન કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીં 11 હજાર જેટલા પ્રેમીઓ લગ્નબંધનમાં બંધાયા છે. હનુમાનજીના મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત દરેક ધર્મના લોકોના લગ્ન થઇ ચૂક્યા છે. મંદિરના મહંત હિરાભાઈ જગુજી મુજબ, વિધવાઓ,ગરીબ લોકો અહીં આવી ઓછા ખર્ચમાં લગ્ન કરે છે. તેમજ મેરેજ સર્ટિફિકેટની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

 

લગ્નની તમામ કાયદાકીય કાર્યવાહી મંદિરમાંથી કરી આપવામાં આવે છે
મંદિરના મહંત હિરાભાઈ જગુજીએ વાતચીતમાં જણાવ્યું કે, ભૂંકપ બાદ અમારા કમ્પાઉન્ડમાં કોર્ટ આવી હતી, ત્યારે અહીં લગ્નવાંચ્છુઓ માટે કોર્ટમાં પંડિતની કોઇ વ્યવસ્થા હતી. જેથી વકીલોએ અમારી સાથે ચર્ચા કરી અને અમે અમારા મંદિરમાં લગ્નની વ્યવસ્થા શરૂ કરી હતી. ત્યારબાદ લગ્ન ઇચ્છુકો અહીં આવવા લાગ્યા અને અમે વિધિવત લગ્ન કરાવી મેરેજ સર્ટિફિકેટ પણ આપવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 11 હજાર પ્રેમીઓના લગ્ન કરાવ્યા છે. તેઓના સમય અને પૈસા બચે તે માટે અમે તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી અહીંથી કરી આપીએ છીએ. વિધવાઓ,ગરીબ લોકો અહીં આવી ઓછા ખર્ચમાં લગ્ન કરે છે. ઉપરાંત ઝડપથી રજિસ્ટ્રેશન થતું હોવાથી વિદેશી કપલ પણ અહીં લગ્ન કરવા માટે આવે છે. તેમજ અમે હિન્દુ-મુસ્લિમ સહિતના સ્પેશિયલ મેરેજની પણ વ્યવસ્થા કલેક્ટર કચેરીમાં કરી આપીએ છીએ.

પરિવાર લગ્ન માટે તૈયાર હોય તો અહીં દાદાના આશીર્વાદથી ફેરા ફરે છે
પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂંકપ બાદ 2003થી મંદિરમાં પ્રેમીઓના લગ્ન કરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ અહીં ખાસ પ્રકારથી ઉજવણી થાય છે. જે પ્રેમીઓ લગ્ન કરવા માંગતા હોય તેઓ પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. ત્યારબાદ લગ્નની વિધિથી લઇ મેરેજ સર્ટિફિકેટ આપવા સુધીના તમામ કામ અહીં કરવામાં છે. મંદિરમાં ઘણા ગે કપલ્સ પણ લગ્ન બંધનમાં બંધાયા છે. જે લોકોના પરિવાર યુવક-યુવતીના લગ્ન કરાવવા તૈયાર હોય તેવા લોકો પણ અહીં આવી હનુમાનદાદાની સામે સાત ફેરા ફરી એકબીજા સાથે રહેવાની સોગંધ ખાય છે.

17 વર્ષથી દેશભરમાં પ્રખ્યાત
લગ્ન કરવા આવનારને કોઈ તકલીફ પડે તે માટે તેમના ફોટોગ્રાફ તેમજ તેમની પાસે ફોર્મ ભરાવાય છે. બંન્નેના આઈડીપ્રુફ લેવામાં આવે છે. ત્યારબાદ મેરેજ સર્ટિફેકેટ માટે ફોર્મને કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવવામાં આવે છે. કોર્ટથી શરૂ થયેલું કાર્ય આજે 17 વર્ષમાં પણ રાજ્ય સહિત વિદેશમાં પણ પ્રખ્યાત થઇ રહ્યું છે. પ્રેમીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તેનું અહીં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.

વર્ષે પણ સ્પેશિયલ લગ્નનું આયોજન
દર વર્ષની જેમ વર્ષે પણ મંદિરમાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 4થી 5 લોકોએ લગ્ન માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. અહીં થતા સ્પેશિયલ મેરેજમાં પણ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. જ્યારે હનુમાનદાદાની સામે લગ્ન થતા હોવાથી પ્રેમીપંખીડાઓ પણ પોતાને ભાગ્યશાળી સમજે છે.

adv

Related News

post
post
post
post
post
post
post