• Home
  • News
  • અમદાવાદમાં મેઘમહેર:શહેરમાં બે કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ​; સાબરમતીનું લેવલ જાળવવા ​​​​​​વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ ખોલાયા
post

જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 17:21:28

અમદાવાદ: રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. રાણીપ, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, એસજી હાઇવે, નારણપુરા, સાબરમતી, વૈષ્ણોદેવી, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પાંચ દિવસ માટે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ ખોલાયા
અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હતો. 30 મિનિટમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખેજ, મકરબા, વેજલપુર, મકતમપુરા પાલડી, જોધપુર, ટાગોર હોલ, વાસણા, જમાલપુર, માધુપુરા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મણિનગર, વટવા, મેમકો, નરોડા રોડ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માત્ર 30 મિનિટના વરસાદમાં શહેરના આંબાવાડી, સરખેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાબરમતી નદીનું 136 ફૂટનું લેવલ જાળવવા માટે વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

 

5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
આજથી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત્ વરસાદ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post