• Home
  • News
  • મહેસાણા દૂધ સંઘના પેકેજિંગનું 600 ટન ઘી ફેડરેશને અટકાવ્યું
post

જયપુરથી આવતા ટેન્કરમાં ભેળસેળ ઝડપાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:56:40

મહેસાણા: રાજસ્થાનના જયપુરથી મહેસાણા દૂધસાગર ડેરીએ આવતા ઘીના ટેન્કરમાં રસ્તાની એક હોટલ આગળ ભેળસેળ કરતાં ત્યાની પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.જેના પગલે ફેડરેશન દ્વારા મહેસાણા દૂધ સંઘમાં પેકિંગ થતાં ઘીનું  આંણદ લેબમાં પરીક્ષણ કરતાં 600 મેટ્રીક ટન ઘી ભેળસેળયુક્ત હોવાનું માલૂમ પડ્યું હતું. જેના પગલે મહેસાણા દૂધ સંઘથી પેકેજિંગ થઇ આવેલા રૂ. 40 કરોડના જથ્થાને ડિસ્પેચ રોકવાનો ફેડરેશન દ્વારા નિર્ણય કરીને મહેસાણા દૂધસંઘના ચેરમેનને લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જોકે મહેસાણા દૂધસાગર ડેરી સંઘ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ સહિત ત્રણ સરકાર માન્ય લેબ મારફતે આ પેકેજિંગના કરાયેલ સેમ્પલ પરીક્ષણમાં પાસ થયાં છે અને આ અંગે ફેડરેશનને જાણ કરીને ઘીનું ડિસ્પેચ ત્રણ દિવસમાં ચાલુ થયેલાનું મહેસાણા સંઘના વાઇસચેરમેન કહ્યું હતું, જ્યારે જયપુર ઘી ટેન્કર પ્રકરણમાં જે જવાબદાર સામે પગલા લેવા સોમવારે મળેલ બોર્ડ બેઠકમાં ઠરાવ  કરી જવાબદારો સામે પગલા લેવા 4 ડિરેક્ટરે જિલ્લા અને રાજ્ય રજીસ્ટ્રારને લેખિત આપ્યુ હતું.

ઘી સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે
જોકે આ અંગે મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોગજીભાઇ ચૌધરીએ કહ્યુ કે, મહેસાણા દૂઘ સાગર ડેરી સંકુલમાં ઘીના ફેડરેશને મેળવેલા સેમ્પલ તેમની આંણદ લેબમાં ચકાસણી કરી ભેળસેળ હોવાનો ગોળગોળ રીપોર્ટ આપ્યો હતો. બીજા દિવસે મહેસાણા ડેરીએ સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ, સરકાર માન્ય બે લેબોરેટરીમાં આ જ બેચમાંથી સેમ્પલ ચકાસણીમાં ઘી પાસ રીપોર્ટ આવેલ છે. આ અંગે અમે ફેડરેશનને જાણ કરી છે. ઘી સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. 

ચૂંટણી ટાણે ડેરીને નુકસાનનો પ્રયાસ 
દૂધસાગર ડેરીના વાઇસચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કહ્યુ કે, ડેરીની ચૂંટણીનું વર્ષ હોઇ વિરોધીઓ ફેડરેશના ઓથા હેઠળ નુકશાન પહોચાડવાના કાવતરા કરે છે.કોઇ ગ્રાહકને નુકશાન થવા દેવાશે નહી.

 

adv

Related News

post
post
post
post
post
post
post