• Home
  • News
  • મેસ્સીની મેજિકલ ગેમ:કરિયરમાં બીજીવાર એક મેચમાં 5 ગોલ ફટકાર્યા, 56મી હેટ્રિક મારી ઈતિહાસ રચ્યો; આર્જેન્ટિનાએ એસ્ટોનિયાને 5-0થી હરાવ્યું
post

એસ્ટોનિયાને હરાવી આર્જેન્ટિનાની ટીમ સતત 33 મેચથી અજેય રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 18:49:51

આર્જેન્ટિનાએ લિયોનલ મેસ્સીની કેપ્ટનશિપમાં એસ્ટોનિયાએ ફ્રેન્ડલી મેચમાં 5-0થી હરાવી દીધી છે. આ મેચમાં દરેક ગોલ લિયોનલ મેસ્સીએ ફટકાર્યા હતા. મેસ્સીએ પોતાની કારકિર્દીમાં બીજીવાર એક મેચમાં 5 ગોલ કર્યા છે. અગાઉ તેણે 2012માં ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટરફાઈનલમાં જર્મન ક્લબ બેયર લેવરકુસેન વિરૂદ્ધ 5 ગોલ કર્યા હતા. વળી આ પહેલીવાર થયું જ્યારે કોઈ ખેલાડીએ ચેમ્પિયન્સ લીગમાં 5 ગોલ કર્યા હતા. એસ્ટોનિયાને હરાવી આર્જેન્ટિનાની ટીમ સતત 33 મેચથી અજેય બની રહી છે.

મેચનો પહેલો ગોલ પેનલ્ટી દ્વારા થયો હતો. મેસ્સીએ 8મી મિનિટે લીધેલી આ પેનલ્ટીને કન્વર્ટ કરવામાં કોઈ ભૂલ કરી નહોતી. ત્યારપછી તેણે વધુ 4 ગોલ કર્યા હતા. તેણે હાફ ટાઈમ પહેલા ટીમની લીડ બમણી કરી દીધી હતી. હાફ ટાઈમ પછી મેસ્સીએ તરત જ ગોલ કરીને સ્કોર 3-0 કર્યો હતો. તેની મેચમાં 71મી અને 74મી મિનિટે ગોલ કરીને ટીમને 5-0થી જીત અપાવી હતી.

મેસ્સીની 56મી હેટ્રિક
મેસ્સીની આ 56મી હેટ્રિક છે. તે ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ હેટ્રિક ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (60) બીજા અને પેલે (92) પેહલાં સ્થાને છે.

એસ્ટોનિયા 30મો દેશ છે જેની સામે મેસીએ ગોલ કર્યા
એસ્ટોનિયા 30મો દેશ છે જેની સામે મેસીએ ગોલ કર્યો છે. મેસ્સીએ પોતાની કારકિર્દીમાં દરેક ટીમ સામે ગોલ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post