• Home
  • News
  • 20 વર્ષ પૂર્વે પેપર નેપકિન પર કોન્ટ્રાક્ટ સાઈન કરનારો મેસ્સી બાર્સેલોના ક્લબ છોડી રહ્યો છે, ફેન્સના સ્ટેડિયમની બહાર દેખાવો
post

મેસ્સીનો બાય-આઉટ ક્લૉઝ 6,114 કરોડ રૂપિયાનો છે, સિઝન વધશે તો કરાર પર સિઝનના અંત સુધી રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 11:02:51

ચેમ્પિયન્સ લીગની સેમિફાઈનલમાં બાયર્ન મ્યુનિખ સામે 2-8થી પરાજય થયા બાદ બાર્સેલોના ક્લબમાં ખળભળાટ મચી ગયો છે. કારણ છે - દિગ્ગજ સ્ટ્રાઈકર લિયોનલ મેસ્સી ક્લબ છોડી રહ્યો છે. તેણે ફેક્સના માધ્યમથી ક્લબને આ જાણકારી આપી હતી. કરાર હેઠળ મેસ્સી જ્યારે ઈચ્છે ત્યારે ટીમ છોડી શકે છે.

બીજી બાજુ બાર્સેલોના માને છે કે તેનો કરાર 10 જૂને સમાપ્ત થઈ ચૂક્યો છે અને તેનો 2021 સુધી ટીમ સાથે કરાર છે. મેસ્સીનો બાય-આઉટ ક્લોઝ 6,144 કરોડ રૂપિયા છે. જોકે તેની લીગલ ટીમ માને છે કે કોરોના વાઈરસને લીધે સિઝન ઓગસ્ટ સુધી વધે તો કરાર પણ સિઝનના અંત સુધી થઈ જશે. તેના પર ટૂંકમાં બાર્સેલોના બોર્ડની બેઠક યોજાઈ શકે છે. લોકો માને છે કે ફક્ત ક્લબ અધ્યક્ષ જોસેફ મારિયાના રાજીનામા અને નવી ચૂંટણીથી જ મેસ્સીને રોકી શકાય છે. આ દરમિયાન મેસ્સીના સમર્થનમાં ફેન્સે કેમ્પનાઉ સ્ટેડિયમની બહાર બોર્ડ વિરુદ્ધ દેખાવ કર્યા હતા.

ખરાબ સમયે બાર્સેલોનાએ મેસ્સીને સાથ આપ્યો હતો
6
વર્ષની વયે જ મેસ્સી ફૂટબોલ લઈને માર્ગો પર 15-20 મિનિટ સુધી અટક્યા વિના જ બંને પગથી જગલિંગ કરતો હતો. બોલ તેના પગની નીચે પડતો જ નહોતો. આટલા નાના બાળકને આવું કરતા જોઈ લોકો મેસ્સીને ઈનામ તરીકે પૈસા આપતા હતા. લોકો તેને ભવિષ્યના ફૂટબોલરના હુલામણા નામે બોલાવવા લાગ્યા હતા. મેસ્સી જ્યારે 10 વર્ષનો થયો તો જાણ થઈ કે તેને ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી રોગ છે. તેનાથી શરીરનો વિકાસ અટકી જાય છે. તેની સારવારમાં દર મહિને 1000 ડોલરનો ખર્ચ ભોગવવો પરિવાર માટે શક્ય નહોતું. ત્યારે નેવલ્સ ઓલ્ડ બોય ક્લબે બાર્સેલોના ક્લબને તેની માહિતી આપી, જે મેસ્સીની રમતથી ઘણી પ્રભાવિત હતી અને તેને ટીમમાં સામેલ કરવા માગતી હતી. બાર્સેલોના ક્લબ મેસ્સીની સારવારનો તમામ ખર્ચ ચૂકવવા એ શરતે તૈયાર થઈ કે તે યુરોપમાં જ વસી જાય.