• Home
  • News
  • ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસની આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી
post

ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદી માહોલ યથાવત રહ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 11:20:32

ચોમાસાના વધુ એક રાઉન્ડે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રભુત્વ જમાવી દીધું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં તેમજ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં ટ્રો સર્જાયું છે. જેના પગલે સોમવારે સુરત નવસારી, વલસાડ, દમણ, દ્વારકા, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં, મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહીંસાગરમાં બુધવારે વલસાડ- દમણમાં ગુરુવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અન શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.


અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 33.8 જ્યારે દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે આગામી સોમવારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

કચ્છના મુન્દ્રામાં મેઘો મુશળધાર થયો છે. કચ્છના મુન્દ્રામાં 45 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. કચ્છના બારોઇ રોડ ઉપર હાલ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠાના રૂપાલ અને ગાંભોઈમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, આ સિવાય કાંકરોલ, લાલપુર, ગોપાલકુંજ, હુંજ, વાવડી, ચંપાલનારમાં વરસાદ ચાલું છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા અડધો કલાકથી પવન સાથે અતિભારે વરસાદ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તેમાં કચ્છના મુન્દ્રામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે જાફરાબાદ, વિસાવદર, કલ્યાણપુરમાં 2.5 ઈંચ વરસાદ અને વંથલી, ધોરાજી, દ્વારકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post