• Home
  • News
  • ગુજરાતમાં વર્ષે 77097 કેસ જેમાંથી 38983 દર્દીઓના મોત થયા, બ્રેસ્ટ-ગર્ભાશયના 13967 કેસ
post

2017માં 77097 લોકોનું નિદાન થયું જેમાંથી 38983 લોકોના મોત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:05:18

અમદાવાદચોથી ફેબ્રુઆરી એટલેવર્લ્ડ કેન્સર ડે’. દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવી તેને થતું અટકાવવાનો છે. વખતે વિશ્વ કેન્સર દિવસના અભિયાનનું નામઆઈ એમ...આઈ વીલછે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા જારી કરાયેલા વર્ષ 2018ના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરના કેસમાં સરેરાશ 5 ટકાનો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2016માં 73551, વર્ષ 2017માં 77097 કેસ હતા જેમાંથી 38983 દર્દીનો મોત થયા હતા. જ્યારે વર્ષ 2018માં 80820 કેન્સરના દર્દીઓ હતા. આમ ગુજરાતમાં દર વર્ષે કેન્સરના સરેરાશ 5 ટકા કેસ વધી રહ્યા છે. બ્રેસ્ટ-ગર્ભાશય કેન્સરના 2016માં 12811 કેસ, 2017માં 13372 અને 2018માં 13967 કેસ નોંધાયા છે. જેથી ગુજરાતમાં દર વર્ષે બ્રેસ્ટ અને ગર્ભાશયના કેસમાં સતત વધારો નોંધાયો છે.

મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરના કારણ
- 30
વર્ષની ઉંમર પછી પહેલું બાળક હોય તે મહિલાને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધુ રહે છે
- 20
વર્ષની ઉંમર પહેલા ગર્ભનિરોધક ગોળીઓ વધુ લાંબો સમય સુધી લેવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે
-
વધુ વજન ધરાવતી મહિલા જેમનું માસિક બંધ થઈ ગયું હોય તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધુ રહે છે
-
મહિલાના સગાને કેન્સર હોય તો તે સ્ત્રીમાં સ્તન કેન્સરનું જોખમ વધુ રહે છે

કેન્સરના કેસ સામે મૃત્યુદર

વર્ષ

કેસ

મૃત્યુદર

2014

66952

33832

2015

70171

35466

2016

73551

37182

2017

77097

38983

બ્રેસ્ટ કેન્સરના કેસમાં ગુજરાત દેશમાં આઠમાં નંબરે
ગુજરાતમાં ગર્ભાળયના કેન્સરના કેસ વર્ષ 2016માં 4810, વર્ષ 2017માં 4868 અને વર્ષ 2018માં 4928 કેસ નોંધાયા છે. બીજી તરફ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વર્ષ 2016માં 8001, વર્ષ 2017માં 8504 અને વર્ષ 2018માં 9039 કેસ નોંધાયા છે. બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર બીજા, પશ્ચિમ બંગાળ ત્રીજા જ્યારે ગુજરાત આઠમાં ક્રમાંકે છે. ગુજરાતમાં કેન્સર સામે મૃત્યુદર 50 ટકા થે, ગુજરાતમાં વર્ષ 2017માં 77097 લોકોનું કેન્સરનું નિદાન થયું હતું. જેમાંથી 38983 લોકોના મોત થયા હતા.

ક્યા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ

રાજ્ય

કેસ

ઉત્તર પ્રદેશ

24181

મહારાષ્ટ્ર

16358

પશ્ચિમ બંગાળ

12234

બિહાર

11378

તામિલનાડુ

10269

મધ્યપ્રદેશ

9414

કર્ણાટક

9055

ગુજરાત

9039

રાજસ્થાન

9483

વ્યક્તિ મક્કર મનોબળથી કેન્સરને માત આપી શકે
કેન્સરનું નામ પડતાં પગ નીચેથી જમીન ખસી જાય છે. તેનું કારણ છે કે કેન્સરનો શિકાર બનેલ દર્દી કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય ત્યારે ડોક્ટર પાસે જાય છે. આવી સ્થિતિમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પરિણામે આપણે માની લઈએ છીએ કે જે વ્યક્તિને કેન્સર થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, પણ વ્યક્તિ ધારે તો જાતતપાસ દ્વારા કેન્સરને પકડી શકે છે અને તેમાંથી મુક્તિ મેળવી સ્વસ્થ જીવન જીવી શકે છે.

ક્યા રાજ્યના કેન્સરના સૌથી વધુ દર્દી

રાજ્ય

કેસ

ઉત્તર પ્રદેશ

270053

બિહાર

145051

મહારાષ્ટ્ર

144032

પશ્ચિમ બંગાળ

117220

મધ્યપ્રદેશ

98403

રાજસ્થાન

90686

તામિલનાડુ

86180

ગુજરાત

80820

આંધ્ર પ્રદેશ

62978

ઓરિસ્સા

53936

કુલ

1586571


 

 

adv

Related News

post
post
post
post
post
post
post