• Home
  • News
  • મીરાબાઈ ચાનુને બનાવવામાં આવ્યા એડિશનલ SP, જૂડો ખેલાડી સુશીલા દેવી બની SI
post

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ SP (સ્પોર્ટ્સ) તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:52:01

ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુની મણિપુર સરકાર દ્વારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ SP (સ્પોર્ટ્સ) તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે મીરાબાઈ ચાનુને રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

સુશીલા દેવી એસઆઇ
આ સાથે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે જુડો ખેલાડી સુશીલા દેવી લિકમ્બમને સબ-ઇન્સ્પેક્ટર એસઆઈના પદ પર બઢતી આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે તે અગાઉ કોન્સ્ટેબલ હતી. આ સાથે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા રાજ્યના તમામ એથ્લેટ્સને 25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

મીરાબાઈને મળી શકે ગોલ્ડ
મળતી માહિતી મુજબ વેઇટલિફ્ટિંગ ઇવેન્ટના 49 કિલો વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને સિલ્વરના બદલે ગોલ્ડ મળી શકે છે. ખરેખર, આ ઇવેન્ટના ગોલ્ડ મેડલ વિજેતા ચીનના હો ઝઝિહુ ફરી એક વાર ડોપ ટેસ્ટ કરશે અને હવે જો ઝઝિહુ આ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો ચાનુનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે.

ભારત પરત ફરી મીરાબાઈ ચાનુ
મીરાબાઈ ચાનુ આજે જાપાનથી દિલ્હી પરત આવી છે. બીજી તરફ, ઓલમ્પિકના આયોજકો દ્વારા ચીનના ઝઝિહુને ફરીથી ડોપ ટેસ્ટ માટે રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં આ ડોપ ટેસ્ટ અંગે વધુ કોઈ માહિતી બહાર આવી નથી. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડોપ ટેસ્ટ આજે અથવા કાલે કરી શકાય છે.