• Home
  • News
  • મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, ગેમ્સ રેકોર્ડની સાથે 49KG કેટેગરીમાં ચેમ્પિયન બની
post

રેસિયસની મેરી રનાઈવોસોવાએ 172 KG વેટની સાથે સિલ્વર અને કેનેડાની હાના કાર્મિસ્કીએ 171 KG વેટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:56:51

કોમનવેલ્થ ગેમ્સ 2022માં  ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49KG વેટ કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. ચાનૂએ સ્નેચમાં પોતાના પહેલા પ્રયાસમાં 84 KG વજન ઉપાડ્યું. બીજા પ્રયાસમાં તેમને 88 KGનું વેટ ઉઠાવીને પોતાના પર્સનલ બેસ્ટની બરોબરી કરી. આ કેટેગરીમાં સ્નેચનો ગેમ્સ રેકોર્ડ પણ છે. ત્રીજા પ્રયાસમાં તેમને 90 KG ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા ન મળી.મીરાબાઈએ ક્લીન એન્ડ જર્કના પોતાના પહેલા પ્રયાસમાં 109 KG વેટ ઉઠાવ્યું અને ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો. તેમને બીજા પ્રયાસમાં 113 KG વેટ ઉઠાવ્યું. તેમનો ત્રીજો પ્રયાસ હજુ બાકી છે અને તે પોતાના પરફોર્મન્સને વધુ શ્રેષ્ઠ કરી શકે છે.

આ રીતે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને તેને 202 KG વજન ઉઠાવ્યું. મોરેસિયસની મેરી રનાઈવોસોવાએ 172 KG વેટની સાથે સિલ્વર અને કેનેડાની હાના કાર્મિસ્કીએ 171 KG વેટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતને સંકેતે અપાવ્યો પહેલો મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનુ મેડલનું ખાતુ ખોલી નાખ્યુ છે. વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે શનિવારે મેન્સમાં 55 કિગ્રા કેરેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. મલેશિયાના મોહમ્મદ અનીદે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો મેન્સના 61 કિગ્રા કેટેગરીમાં ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગોલ્ડ મલેશિયાના અઝનીલ મોહમ્મદે જીત્યો જ્યારે સિલ્વર પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ જીત્યો હતો.

સંકેતે સ્નૈચના પહેલા જ પ્રયાસમાં 107 કિગ્રાનું વજન ઉઠાવ્યુ હતુ. તેણે બીજા પ્રયાસમાં 111 કિગ્રા અને ત્રીજા પ્રયાસમાં 113 કિગ્રાનુ વજન ઉઠાવ્યુ હતુ. ક્લીન એન્ડ જર્કના પહેલા જ પ્રયાસમાં સંકેતે 135 કિગ્રાનું વજન ઉઠાવી લીધુ હતુ. પરંતુ તે બીજા અને ત્રીજા પ્રયાસમાં સફળ રહ્યો નહતો. તે 248 કિગ્રા સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. મલેશિયાઇ વેઇટલિફ્ટરએ કુલ 249 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ અને માત્ર 1 કિગ્રાના અંતરથી સંકેતથી આગળ નીકળી ગયો હતો.

બીજી તરફ ગુરૂરાજા પુજારીએ સ્નૈચમાં મહત્તમ 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ. આવી રીતે તેણે કુલ 269 કિગ્રા વેઇટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અઝનીલ મોહમ્મદે 285 કિગ્રા સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ 279 કિગ્રા ઉઠાવીને બીજા સ્થાન પર રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.