• Home
  • News
  • ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, સોનિયા ગાંધીને મોકલ્યું
post

સવારથી જ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 12:03:46

મોરબી: રાજ્યસભાની ચૂંટણી 2020 પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી ચૂક્યા છે. કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. બ્રિજેશ મેરજાએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું છે. જો કે ગઈકાલથી જ કોંગ્રેસના નેતાઓના રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરીના રાજીનામા બાદ આજે સવારથી જ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક રાજીનામું પડતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. 

મોરબી ખાતે બ્રિજેશ મેરજાની આવેલી ઓફિસે તેમના બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યા છે.

મોરબીના ધારાસભ્યએ પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું 

મોરબી-માળીયા પંથકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે. અગાઉ બે ધારાસભ્યો તૂટ્યા બાદ હવે સૌરાષ્ટ્રના મોરબીના ધારાસભ્યએ પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભાની બેઠકની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહી છે કે પછી પક્ષથી નારાજગીને પગલે ધારાસભ્યો વિરોધી છાવણીમાં ભળી રહ્યાં છે તેવી અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે

 

adv

Related News

post
post
post
post
post
post
post