• Home
  • News
  • હું ભાજપથી નારાજ નથી, રૂપાણી CM બન્યા ત્યારથી જ મેં મારા બીસ્ત્રા બાંધી લીધા હતા, જે પણ છું પાર્ટીના કારણે જ છું: MLA ગોવિંદ પટેલ
post

50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે: MLA ગોવિંદ પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 13:15:42

રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હું ભાજપથી નારાજ નથી. કોઈ મારા વિશે ખોટા સમાચારો વહેતા કરે છે. જેથી ખોટા સમાચાર વેહતા કરનારને હું શોધી રહ્યો છું. આ સાથે જ કહ્યું કે, વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બીસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા. જે પણ કંઈ છું તે પાર્ટીના કારણે જ છું. ગઈકાલે મતદાનમાં અમે ત્રણ ધારાસભ્ય 10 વાગ્યા સુધી વિજય રૂપાણી સાથે જ હતા અને 50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે.

ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત બીજી વખત વહેતી થઈ છે
ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું. જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે. મહત્વનું છે કે ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત આ બીજી વખત વહેતી થઇ છે. આ અગાઉ જિલ્લા કલેક્ટર ઓફિસમાં કામ ન થવાને કારણે પણ ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત વહેતી થઇ હતી. ત્યારે હાઇકમાન્ડના દબાણથી ગોવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે પછી અન્ય કોઇ કારણ તે સૌથી મોટો સવાલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post