• Home
  • News
  • MLAનો SMCના કમિશનરને પત્ર:નાના વરાછાને મોટા વરાછાથી જોડતા રિવરફ્રન્ટ બ્રિજની કામગીરી ગોકળગતિએ, લોક આંદોલન થાય તે પહેલા કામ પૂરું કરવું જોઈએ
post

હું અન્ય કામમાં વ્યસ્ત છું પછી વાત કરું: મેયર

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 18:18:21

સુરતના વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમારકાનાણી સમયાંતરે તેમના વિધાનસભા ક્ષેત્રના પ્રશ્નોને લઈને સતત ચર્ચામાં રહે છે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ પોતાના જ પક્ષની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભો કરવામાં ક્યારેય કચાશ રાખતા નથી. નાના વરાછાને મોટા વરાછાથી જોડતા રિવરફ્રન્ટ બ્રિજની કામગીરી ગોકળગતિએ થતા અધિકારીઓ પાસે જવાબ માગતા ઝડપથી પૂર્ણ કરવાની વાત કરી, પરંતુ કામગીરી જવાબ મુજબ થઈ નહીં.

શું ધારાસભ્યની અવગણના?
તા. 03/01/2023ના રોજ નાના વરાછાથી મોટા વરાછા જોડતા રિવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. વરાછા મેઈન રોડ પર ચીકુવાડી ખાતે તાપી પરના બ્રિજની વરાછા મેઈન રોડ પર ક્રોસિંગ માટે ઘણા સમયથી બ્રિજનું કામ ચાલે છે, જેના લીધે વરાછા મેઈન રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે રહેતું હોય છે. જેના લીધે ચીકુવાડી ખાતે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ છે. આ બાબતે ધારાસભ્ય કમિશનરને પત્ર લખ્યો હતો.

લોક આંદોલન થાય તે પહેલા કામ પૂરું કરવું જોઈએ: ધારાસભ્ય
ધારાસભ્ય કુમારકાનાણીએ પત્રમાં લખ્યું છે કે, બ્રિજનું કામ ગોકળગતિએ થતું હોવાને લીધે લોકોને મુશ્કેલી ઊભી થાય છે. લોક આંદોલન થાય તે પહેલા આ બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા પત્ર લખ્યો છે. જેના અનુસંધાનમાં બ્રિજસેલ દ્વારા તા.04/01/2023ના રોજ જવાબ આપવામાં આવ્યો હતો કે, સદર બ્રિજની કામગીરીનો આ અંતિમ તબક્કો હોય, આ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે. પરંતુ 6 માસ જેટલો સમય વીતી જવા છતાં આજદિન એક સાઈડની પણ બોક્સ્ટ્રીંગ ગર્ડરની કામગીરી પૂર્ણ થયેલ નથી. અને ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા મારી માગણી છે.

ધારાસભ્યએ પ્રશ્નો ઉભા કર્યા
નાના વરાછા અને મોટા વરાછાને જોડતા રિવરબ્રિજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ છે? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંવામાં આવી હતી કે કેમ અને તેના શું કારણો આપવામાં આવેલા હતા. માગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ?

હું અન્ય કામમાં વ્યસ્ત છું પછી વાત કરું: મેયર
ભાજપ શાસિત કોર્પોરેશનમાં ભાજપના ધારાસભ્ય દ્વારા કરાયેલી રજૂઆતને પણ અધિકારીઓ અને શાસકો ગંભીરતાથી લેતા ન હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્ર બાબતે મેયરને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હું અત્યારે અન્ય એક કામમાં વ્યસ્ત છું. ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્ર વિશે પછી વાત કરું.

 

adv

Related News

post
post
post
post
post
post
post