• Home
  • News
  • બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી:મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેર થશે, 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
post

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 20:01:00

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની સંભાવના
ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. 20 ઓગસ્ટના ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે.

અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા, દાહોદમાં સીઝન કરતાં ઓછો વરસાદ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post