• Home
  • News
  • વિદેશોમાં મોદીને જે સન્માન મળે છે, તે 70 વર્ષોની કોંગ્રેસની સિદ્ધીના કારણે છેઃ અશોક ગેહલોત
post

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કે ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 13:00:33

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કે ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે. તેમણે કહ્યું કે, પાર્ટીનો DNA દેશની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે ભળે છે. લોકોને હવે સમજાવા લાગ્યું છે કે ભાજપ નેતા શું કહે છે અને શું કરે છે. જનતાએ તેમનો ઈન્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

દિલ્હીમાં ગેહલોતે પ્રત્રકારે સાથેની વાતચીતમાં કહ્યું કે, મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કોંગ્રેસ મુક્ત ભારત વિશે વાત કરતા હતા. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ , છત્તીસગઢ અને તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યાં લોકોએ તેમને પાઠ ભણાવ્યો હતો.

ગેહલોતે એવું પણ કહ્યું કે કોંગ્રેસે ભારતને આઝાદી અપાવી હતી. જવાહર લાલ નહેરુ જેવા પાર્ટીના નેતા જેલમાં ગયા હતા. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અમે સંઘર્ષ કર્યો દેશની જે વર્તમાન સ્થિતી છે, તે કોંગ્રેસના યોગદાનના કારણે છે. મોદી જ્યારે વિદેશમાં જાય છે, તો તેમણે સન્માન મળે છે, આ છેલ્લા 70 વર્ષોની સિદ્ધીના કારણે શક્ય બન્યું છે.