• Home
  • News
  • વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં મોદી:દાવોસ એજન્ડા સમિટને સંબોધિત કરશે PM; દુનિયાભરના 400થી વધુ ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ પણ સામેલ થશે
post

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન દાવોસ એજન્ડા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંપનીઓનાં CEOs સાથે વાત પણ કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:46:54

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન દાવોસ એજન્ડા સમિટને સંબોધિત કરશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતની રિફોર્મ ટ્રેજેક્ટરી અને ટેકનોલોજીના વધતા ઉપયોગ જેવા મુદ્દા પર પોતાની વાત કરશે. આ દરમિયાન દુનિયાભરના 400થી વધુ ટોચના ઈન્ડસ્ટ્રી લીડર્સ પણ હાજર રહેશે. મોદી કેટલાક CEOs સાથે પણ વાત કરી શકે છે.

આ લોકો કરી ચૂક્યા છે સંબોધિત

·         શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ

·         એન્જેલા મર્કેલ, જર્મન ચાન્સેલર

·         વ્લાદિમીર પુટિન, રશિયન રાષ્ટ્રપતિ

·         ઈમેન્યુઅલ મેંક્રો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ

·         બેન્જામિન નેતન્યાહુ, ઈઝરાયેલના વડાપ્રધાન

બાઈડેન અન જોનસન સામેલ નહીં થાય
ફોરમ અનુસાર, સમિટની શરૂઆત 24 જાન્યુઆરીએ થઈ હતી. 29 જાન્યુઆરી સુધી ચાલનારી આ ઈવેન્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સામેલ થઈ રહ્યા નથી.

દિગ્ગજ કારોબારી પણ સામેલ થશે
તેમાં દેશના મુખ્ય ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે. તેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પવન મુંજાલ, આનંદ મહિન્દ્રા, સલીલ પારેખ, શોભના કામિનેની સહિત રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, ટાટા સ્ટીલના સીઈઓ ટી. નરેન્દ્રન પણ સામેલ છે. આ ઉપરાંત દુનિયાના મુખ્ય બિઝનેસ મેન ક્રિસ્ટીન લેગાર્ડ, બિલ ગેટ્સ, અજય બંગા, કેટી રામારાવ, ઈશાન થરૂર, સોફ્ટ બેંકના માસાયોશી સહિત અન્ય લોકો કાર્યક્રમમાં સંબોધન કરશે.

ઈવેન્ટનો મુખ્ય મુદ્દો કોરોના મહામારી અને વેક્સિન
કાર્યક્રમમાં કોવિડ-19 મહામારી પર ચર્ચા થશે અને ફોકસ કોરોના વેક્સિનને દુનિયાના તમામ દેશો સુધી પહોંચાડવા પર હશે. આ સાથે જળવાયુ પરિવર્તન અને અર્થવ્યવસ્થાઓમાં સુધારો પણ મુખ્ય મુદ્દો રહેશે. તેની શરૂઆત 24 જાન્યુઆરીની સાંજથી થશે. તેમાં સ્વાગત ભાષણ વર્લ્ડ ઈકોનોમી ફોરમના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ક્લોસ એમ શ્વાબ આપશે. કોરોના મહામારીને જોતા આ ઈવેન્ટને ઓનલાઈન રાખવામાં આવી છે. જો કે વર્લ્ડ ઈકોનોમી ફોરમની આ વર્ષે મે મહિનામં થનારી વાર્ષિક બેઠક સામાન્ય રાખવામાં આવી છે, જે સિંગાપોરમાં યોજાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post