• Home
  • News
  • કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને મંજૂરી મળી, હવે NPRનો ડેટા અપડેટ કરાશે
post

નાગરિકતા સંશોધન એક્ટ મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 15:08:57

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે. આ નિયમ અંતર્ગત દરેક નાગરિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

એનસીઆર માટે ડેટા 2010માં પણ ભેગા કરવામાં આવ્યો હતો જ્યારે 2011ની વસતી ગણતરી માટે આંકડા ભેગા કરવામાં આવ્યા હતા. આ ડેટાને 2015માં અપડેટ કરવામાં આવ્યા હતા. તેનું ડિજીટાઈઝેશન પણ પૂરી થઈ ગયું છે.

રજિસ્ટ્રાર જનરલ અને સેન્સ (વસતી ગણતરી) કમિશનરના જણાવ્યા પ્રમાણે, આસામને બાદ કરતાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસતી ગણતરીના આંકડા ભેગા કરવામાં આવશે. આ દરમિયાન એનપીઆરને પણ અપડેટ કરવામાં આવશે. આ માટે આ વર્ષે ઓગસ્ટમાં નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે.

એનપીઆરને નાગરિકતા કાયદો 1995 અને નાગરિકતા (નાગરિકોનું રજિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય ઓળખ પત્રનો મુદ્દો) નિયમ 2003 અંતર્ગત સ્થાનિક સ્તર પર એટલે કે જિલ્લા અને રાજ્ય સ્તર પર બનાવવામાં આવે છે. દેશના દરેક નાગરિક માટે તેમાં નામ નોંધાવવુ જરૂરી હોય છે. તેનો હેતુ દેશમાં રહેતા દરેક નાગરિતનો સમગ્ર ડેટાબેઝ તૈયાર કરવાનો હોય છે. આ ડેટાબેઝ જનસંખ્યા અને બાયોમેટ્રીક આધારે બનાવાવમાં આવે છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચંદ્રકુમાર બોઝે હવે સીએએ મુદ્દે સવાલ ઉભા કર્યા છે. તેમણે આજે ટ્વિટ કર્યું છે, જો આ કાયદાને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી તો પછી તેમાં મુસ્લિમોને કેમ સામેલ કરવામાં નથી આવતા. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, જો નાગરિકતા સંશોધન એક્ટને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી તો પછી હિન્દુ, શિખ, બૌદ્ધ, ઈસાઈ, પારસી અને જૈનનું નામ કેમ લેવામાં આવી રહ્યું છે. આ કાયદામાં મુસ્લિમોને કેમ સામેલ કરવામાં નથી આવતા? આપણે પારદર્શી થવાની જરૂર છે.