• Home
  • News
  • પ્રધાનમંત્રી વય વંદના યોજનાને માર્ચ 2023 સુધી વધારવામાં આવી, MSME માટે 3 લાખ કરોડનું ફન્ડ મંજૂર
post

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખને વટાવી ગયો, અમ્ફાનની અસર ઓરિસ્સા અને બંગાળમાં જોવા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:34:44

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. સિનિયર સિટિઝન માટે ઈનકમ સિક્યોરિટીની પ્રધાનમંત્રી વય વંદના યોજનાને ત્રણ વર્ષ માટે વધારીને 2023 સુધી કરવા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ આ વર્ષે 31 માર્ચે પૂર્ણ થઈ રહી હતી. નાના 

ઉદ્યોગો માટે 3 લાખ કરોડ રૂપિયાના એકસ્ટ્રા ફન્ડને પણ મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 રિલિઝ પેકેજમાં સરકારે થોડા દિવસો પહેલા જ તેની જાહેરાત કરી હતી.

કેબિનેટના અન્ય નિર્ણય

·         કોલ, ઈગ્નાઈટ ખાણોની હરાજીના નવા નિયમો, નવા બ્લોક્સને મંજૂરી આપવામાં આવી. સરકારે થોડા દિવસો અગાઉ કોલ માઈનિંગ સેકટરને પ્રાઈવેટ સેકટર માટે ખોલવા માટે જાહેરાત કરી હતી.

·         નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ(એનબીએફસી) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની કેશ વધારવા માટે સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમને મંજૂરી અપાઈ.

·         માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ માટે 10 હજાર કરોડ રૂપિયાની યોજના મંજૂર

·         8 કરોડ પ્રવાસીઓ માટે અગામી બે મહિના સુધી રેશનની મંજૂરી 

·         માછીમારીના ફાયદા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મંજૂર

 

adv

Related News

post
post
post
post
post
post
post