• Home
  • News
  • ટીમ ઈન્ડિયાની જીત પર મોદી ફિદા:PMએ કહ્યું- અમુક ખેલાડીઓનો અનુભવ ઓછો હતો પરંતુ મનોબળ દ્રઢ હતું, તેમણે ઈતિહાસ રચી દીધો
post

મોદીએ આસામની તેજપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું, તેમણે કહ્યું- ટીમ ઈન્ડિયાનું પર્ફોમન્સ એક શીખ છે કે આપણને આપણી યોગ્યતા પર વિશ્વાસ હોવો જોઈએ.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 12:32:29

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની તેજપુર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં જીત વિશેનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા રમવા ગયેલા આપણાં અમુક ખેલાડીઓનો ભલે અનુભવ ઓછો હતો પરંતુ તેમનું મનોબળ દ્રઢ હતું. મોકો મળતાં તેમણે ઈતિહાસ રચી દીધો.

મોદીના ભાષણની ખાસ વાતો
ભારતીય ટીમની જીતથી 3 શીખ મળે છે

·         પોતાની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ, જો તમે એવું કરશો તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જશે.

·         પોઝિટિવ વિચાર સાથે આગળ વધો, તેનાથી બધા કામ પોઝિટિવ થશે.

·         સુરક્ષીત નીકળવાનો અને મુશ્કેલ જીતનો વિકલ્પ હોય તો આપણે જીતનો ઓપ્શન પસંદ કરવો જોઈએ. તે પ્રયત્નમાં અમુક અમુક વાર હાર પણ મળે છે, તેનાથી આપણે ડરવું ન જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post