• Home
  • News
  • મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું
post

મોદીએ લિંક્ડઇન વેબસાઇટ પર કોવિડ-19ના સમયમાં જીવન- શીર્ષક સાથે લેખ લખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 12:02:06

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લેખમાં લખ્યું છે કે, આજના સમયમાં દરેક લોકો કામ કરવા નવી પદ્ધતિઓ શોધી રહ્યા છે. સદીના ત્રીજા દસકાની શરૂઆતમાં ઘણી ઉથલપાથળ રહી. પ્રોફેશનલ જિંદગીની રૂપરેખા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 

અંગ્રેજી વર્ણમાળાના વૉવેલ્સ એ, , આઈ, , યુ થકી સમજાવ્યું 
A =
એડોપ્ટિબિલિટી એટલે કે અનુકુળતા
E =
એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા
I =
ઈન્ક્લુસિવિટી એટલે કે સર્વસમાવેશકતા
O =
ઓપર્ચ્યુનિટી એટલે કે તક
U =
યુનિવર્સલિઝમ એટલે કે સાર્વભૌમિકતા

·         વિસ્તૃત અભિવ્યક્તિ પાના પર નાના  દુકાનદારોએ સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે. હું જાણું છું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું કેટલું પડકારરૂપ છે. - નરેન્દ્ર મોદી

યુવાનો અને પ્રોફેશનલ્સને PM મોદીનો સંદેશ

·         જ્યારે વિશ્વ કોવિડ-19 સામે લડી રહ્યું છે ત્યારે ભારતના ઉર્જાવાન અને અભિનવ યુવાનો સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્વિત કરવા માટે રસ્તો દેખાડી શકે છે.

·         સદીના ત્રીજા દાયકાની શરૂઆત ઉલટ-પુલટ વાળી રહી. કોવિડ-19 ઘણા વિધ્ન લઇને આવ્યો છે. કોરોનાવાયરસે પ્રોફેશનલ જીવનની રૂપરેખાને સંપૂર્ણ રીતે બદલી નાખી છે. આજકાલ ઘર જ નવી ઓફિસ છે. ઇન્ટરનેટ નવો મીટિંગ રૂમ. 

·         અમુક સમય માટે સહયોગીઓ સાથે ઓફિસ બ્રેક એક ઇતિહાસ બની ગયો છે. હું પણ આ બદલાવોને અપનાવી રહ્યો છું. મંત્રીઓ, અધિકારીઓ અને વિશ્વભરના નેતાઓ સાથે મોટાભાગની બેઠકો હવે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઇ રહી છે. 

·         ગ્રાઉન્ડ રિયાલીટીનો ફીડબેક લેવા માટે સમાજના અલગ અલગ વર્ગો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યો છું. NGO, સિવિલ સોસાયટી ગ્રુપ્સ, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન અને રેડિયો જોકી સાથે પણ વાત કરી રહ્યો છું. તેમની પાસેથી સલાહ લઇ રહ્યો છું અને તેમના માધ્યમથી લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. 

·         લોકો તેમનું કામ ચાલુ રાખવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. ફિલ્મ સ્ટાર્સે અમુક ક્રિએટીવ વીડિયો બનાવ્યા છે. આ ખૂબ સરસ છે. લોકોને ઘરમાં રહેવાનો સંદેશ આપી રહ્યા છે. આપણા સિંગર્સ ઓનલાઇન કોન્સર્ટ કરી રહ્યા છે. ચેસના ખેલાડી ડિજીટલ ચેસ રમી રહ્યા છે અને આ રીતે કોરોના વિરુદ્ધ લડાઇમાં યોગદાન આપી રહ્યા છે. આ ખૂબ અભિનવ છે. 

કોરોના ધર્મ અને જાતિ નથી જોતો, આપણને એક રહેવું જોઇએ
આ લેખ સિવાય મોદીએ અમુક ટ્વિટ પણ કર્યા. તેમા તેમણે લખ્યું- કોવિડ-19 ધર્મ, જાતિ, રંગ, ભાષા અને સીમા નથી જોતો. આ સમયે આપણી પ્રતિક્રિયા અને આચરણ એકતા અને ભાઇચારાનું હોવું જોઇએ. આ સમયે આપણે સાથે છીએ. ભારતનો આગામી મોટો વિચાર વૈશ્વિક પ્રાસંગિકતા વાળો હોવો જોઇએ. આપણી પાસે ન માત્ર ભારત માટે પરંતુ સંપૂર્ણ માનવજાતિ માટે એક સકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા હોવી જોઇએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post