• Home
  • News
  • મોદી અટક બદનક્ષી કેસ:રાહુલ ગાંધીને હમણાં રાહતના કોઈ સંકેત નહીં, વેકેશન બાદ કોર્ટનો ઓર્ડર આવી શકે છે
post

રાહુલ ભાષણમાં પબ્લિકમાં માફી નહીં માગું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન: પૂર્ણેશ મોદીના વકીલ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:08:22

રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં ઉપસ્થિત છે. કોર્ટ રૂમમાં આજે અભિષેક મનુ સિંઘવી મોડા પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી.ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલે દલીલો કરી હતી. જોકે, રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન બાદ આવી શકે છે.

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંકવામા આવી રહ્યા છે. વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદ કે કેસનો કન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓને વન બાય વન સિંઘવી પડકારી રહ્યા છે. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ.

રાહુલ ગાંધીના ભાષણની પૂર્ણેશ મોદીના વકીલે દલીલ કરી
પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી; દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી પણ પૈસા લઈને ભાગી ગયા છે. 30 હજાર કરોડ લોકોના લૂંટી લીધા. મોદી...મોદી..મોદી... બધા મોદી કેમ?

વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માંગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે(રાહુલ) જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.
રાહુલે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે
રાહુલ ગાંધીએ 'મોદી' અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટનાં જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને 'નોટ બિફોર મી' કહેતાં આ કેસ હવે જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગત સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગત સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્ણેશ મોદીને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. આજે આ સોગંદનામાના આધારે વધુ દલીલો થઈ શકે છે. ત્યાર બાદ હાઇકોર્ટનો નિર્ણય આવવાની શક્યતા છે.

ગત સુનાવણીમાં 3 કલાક દલીલો ચાલી
અભિષેક મનુ સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાની માગણી સાથે ધારદાર દલીલો કરતાં કહ્યું હતું કે તેમના અસીલ પરનો કેસ ક્રિમિનલ નહીં, પરંતુ સિવિલ કક્ષાનો છે, જેમાં 6 મહિનાથી વધુ સજાની કાયદામાં જોગવાઈ નથી. ફરિયાદી ઘટનાસ્થળે ઉપસ્થિત પણ નહોતા. રાહુલને 2 વર્ષની સજાથી સંસદસભ્ય પદ રદ થતાં તેમના મતવિસ્તારના પ્રશ્નો તેઓ સંસદમાં ઉપાડી શકતા નથી, જે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ અન્યાય છે. આ દલીલો 3 કલાક જેટલો સમય ચાલી હતી.

ગત સુનાવણીમાં સિંઘવીએ મુદ્દાવાર રજૂઆત કરી
જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા, જેમાં વ્હોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈનડ્રાઈવ રજૂ કરાઈ હતી, એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ એની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામની વ્યક્તિ, જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રકટ થયા. ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ.

અન્ય MP, MLA કેસોની પણ ઉલ્લેખ કરાયો
નવજોત સિંહ સિદ્ધુના કેસનું ઉદાહરણ પણ અહીં ટાંકવામાં આવ્યું હતું. 302ના નવજોત સિદ્ધુના કેસમાં તેમની સજાને પણ માફ કરવામાં આવી હોવાની રાહુલ ગાંધીના વકીલની રજૂઆત હતી. નિવેદન એ સોસાયટી એટ લાર્જ નથી. 399 હેઠળના ઘણા કેસોમાં સજા પર સ્ટે આપ્યા છે, અન્ય MP, MLA કેસોના ડિસ્કવોલિફિકેશન વિશે સિંઘવીએ દલીલ કરી હતી. લક્ષદ્વીપના સાંસદ નાઝિર મોહમ્મદના કેસનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના મતવિસ્તાર સાથે અન્યાય
332
એવા ગંભીર કેસ છે, જેમાં જનતાના આ સેવક પર થયેલા છે, જેમાં સ્ટે આપવામાં આવ્યો છે. 23 માર્ચ 2023ના રોજ સજા સંભાળવવામાં આવી અને 24 માર્ચે સાંસદપદ રદ કરી દેવામાં આવ્યું હતું. આ કેસ કોઈ ગંભીર કેસ નથી. અન્ય કેસોમાં સજા આપ્યા બાદ પણ ડિસ્ક્વોલિફાઈ નથી થતું. રાહુલ ગાંધી ડિસ્ક્વોલિફાઈ થતાં તેમના મતવિસ્તારના પ્રશ્નો તેઓ સાંસદમાં ઉપાડી શકતા એ તેમના મતવિસ્તાર સાથે અન્યાય છે.

1-2 વર્ષની સજા ન હોઈ શકે- બચાવ પક્ષની દલીલ
સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.

કરિયરનાં 8 વર્ષ બગડી શકે એમ છે- સિંઘવી
સિંઘવીએ દલીલ કરી હતી કે મારો કેસ નૈતિક ક્ષતિ કે ગંભીર શ્રેણીમાં આવે એવું કોઈ સૂચવી શકે નહીં. વાસ્તવમાં મારો કેસ જામીનપાત્ર છે અને એ મોટા ભાગે સમાજ વિરુદ્ધ નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ભર તમામ કેસો સમાજ સામેના ગુના છે છતાં અદાલતોએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે. ભારતીય દંડસહિતાની કલમ 499 મુજબ કોઈ વ્યક્તિ પર વ્યક્તિ ફરિયાદ ન કરી શકે. જેને દુઃખ લાગ્યું હોય, જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે. મને રાહત ન આપવામાં આવે તો કરિયરનાં 8 વર્ષ બગડી શકે તેમ છે. પ્રથમવારના કથિત આરોપી સામે કોર્ટે સખત વ્યવહાર કરીને વધુમાં વધુ સજા આપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post