• Home
  • News
  • મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પી
post

સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-31 10:26:30

કેવડિયાઃ સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોચ્યા છે. મોદીએ સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીનું સંબોધન

-સરદાર પટેલ અમર રહે અમર રહે...ના નારા લગાવ્યા
-
સરદાર સાહેબ પાસે આવીને મને શાંતિ અને ઉર્જાની અનુભૂતી થઇ રહી છે
-
સરદાર પટેલની પ્રતિમા વિવિધતામાં એકતાનું પ્રતિક છે અને આ પ્રતિમા આખા વિશ્વને આકર્ષિત અને પ્રેરિત કરે છે
-
રાષ્ટ્રીય એકતા પરેડ અને રન ફોર યુનિટીમાં ભાગ લેવા માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કરૂ છું

-ચાણક્યની સદીઓ પછી એકતાનું કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું હતું.
-
સરદાર પટેલે દેશને એકસુત્રમાં પરોવીને દેશ વિરોધી શક્તિઓને પરાસ્ત કરી દીધી હતી
-
આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળી રહી છે, તેનું કારણ એક રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્ર છે
-
આજે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે

-હું આજે રાષ્ટ્રીય એકતા દિવસે દરેક દેશવાસીઓને કહુ છું, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી
-
જે યુદ્ધ જીતી શકતા નથી, તેઓ આપણી એકતાને પડકાર આપી રહ્યા છે. આપણી એકતાને તોડવાની પ્રયત્ન કરે છે, પણ આપણી એકતાને કોઇ પરાસ્ત કરી શક્યુ નથી
-
આપણે 130 કરોડ ભારતીયોએ એકજૂટ થઇને તેમનો મુકાબલો કરવો પડશે અને તે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે

-આર્ટિકલ 370એ જમ્મુ કાશ્મીરને આતંકવાદ અને અલગાવવાદથી વિશેષ કશું આપ્યું નથી, 40 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા હતા. અનેક માતાઓ પોતાના દિકરાઓને ખોઇ ચૂકી છે. અનેક બાળકો માતા-પિતાને ખોઇ ચૂક્યા છે
-
આજે હું સરદાર સાહેબને કહેવા માંગું છું કે, સરદાર સાહેબ તમારું જે સપનું અધૂરું હતું તે દિવાલ પાડી દેવામાં આવી છે.
-