• Home
  • News
  • પીએમ મોદી આજે 3 દિવસની થાઈલેન્ડ મુલાકાતે જશે
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે થાઈલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-02 11:52:52

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે થાઈલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે. આ દરમિયાન વડાપ્રધાન આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનર (આરસીઈપી) સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, થાઈલેન્ડ પ્રવાસના પહેલાં દિવસે વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીયોને સંબોધન કરશે. ગુરુનાનક દેવની 550મી જયંતીએ એક સિક્કો પણ જાહેર કરશે. તે સાથે જ તિરુક્કુલનો થઈ અનુવાદ પણ જાહેર કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે મોદી આસિયાન-ઈન્ડિયા સમિટમાં સામેલ થશે. આસિયાન સમિટમાં આવવા માટે મોદીને થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાને આમંત્રણ આપ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિજય સિંહ ઠાકુરે જણાવ્યું કે, આસિયાનથી સંબંધિત સમિટ અમારા ડિપ્લોમેટિક કેલેન્ડરનો હિસ્સો છે. આ વડાપ્રધાન મોદીની સાતમી આસિયાન-ઈન્ડિયા સમિટ અને છઠ્ઠી ઈસ્ટ ઈન્ડિયા સમિટ હશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રામણે મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ ભારત અને આસિયાન દેશોના સંબંધો મજબૂત કરવાનો છે. આ દરમિયાન ઘણા સમજૂતી કરાર થશે. તેમાં આસિયાન ગેશોના વિદ્યાર્થીઓને ભારતના આઈઆઈટી સંસ્થાઓમાં 1 હજાર પીએચડી સ્કોલરશીપ આપવાનો પ્રસ્તાવ પણ છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારતે ઈન્ડો-આસિયાન સમિટની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેમાં 10 આસિયાન નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતે જાહેરાત કરી હતી કે તેઓ આસિયાન-ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપની સતત મજબૂતી માટે કામ કરતા રહેશે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ પ્રયત્નો માટે રૂ. 300 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. આસિયાન સભ્ય દેશો માટે ભારત દ્વારા માનવ સંસાધન સાથે જોડાયેલા પ્રયત્નો માટે રાખવામાં આવેલું આ સૌઠી મોટુ બજેટ છે. તેની શરૂઆત આ વર્ષ સપ્ટેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલની હાજરીમાં થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post