• Home
  • News
  • મોહમ્મદ શમી, સિરાજ અને શાર્દુલ ઓસ્ટ્રેલિયા જશે, દીપક ચહર T20 વર્લ્ડ કપમાંથી બહાર
post

ત્રણ બોલરમાંથી જ કોઇ એક બુમરાહનાં રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ થઇ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-12 17:48:09

નવી દિલ્હી વર્લ્ડ કપમાં ચોટીલ જસપ્રીત બુમરાહની જગ્યા કોણ ફાસ્ટ બોલર છે, જેને લઇને નવી અપડેટ સામે આવી છે.  મોહમ્મદ શમીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી છેજેને કારણે હવે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. બીજી તરફ શમીની સિવાય મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવે છે.

એવામાં એ જોવુ દિલચસ્પ હશે કે બુમરાહની જગ્યાએ કોને રીપ્લેસ કરવામાં આવશે. મીડિયા રીપોર્ટ અનુસાર શમી, સિરાજ અને શાર્દિલ 13 ઓક્ટોબરે ભારતથી ઓસ્ટ્રેલિયા રવાના થશે. એટલે આ ત્રણ બોલરમાંથી જ કોઇ એક બુમરાહનાં રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ થઇ શકે છે.

હાલમાં જ પૂર્ણ થયેલ સાઉથ આફ્રિકા સાથેની વન ડે સીરીસમાં સિરાજે ખૂબ સારી બોલિંગ કરી હતી, તેવામાં ઉમ્મિદ લગાવી શકાય છે કે મોહમ્મદ સિરાજને જ બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટમાં લીધો હોઇ શકે. તેની ઘોષણા થોડા દિવસમાં થશે. આઇસીસીને 15 ઓક્ટોબર સુધી ભારતને પોતાની અપડેટ ટીમ દર્શાવાની છે. તેવામાં આશા છે કે બીસીસીઆઈ બુમરાહને રિપ્લેસમેન્ટની ઘોષણા કરે.

રીપોર્ટ અનુસાર દીપક ચહર પીઠમાં દુખાવાને કારણે ટી-20 વર્લ્ડ કપથી બહાર થઇ ગયો હતો. ભારતીય ટીમ ટી -20 વર્લ્ડ કપમાં પોતાનો પહેલા મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. એ પહેલા ટીમ ઇન્ડિયા અન ઓફિશિયલ વોર્મ અપ મેચ પણ રમશે. ભારતીય ટીમ 17 અને 19 ઓક્ટોબરે ક્રમશ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ સામે આ પ્રેક્ટિસ મેચ રમશે.