• Home
  • News
  • મોહમ્મદ સિરાજે IPLમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ...જાણો તેનો ઈકોનોમી રેટ કેટલો?
post

આ વર્ષે સિરાજનો ઈકોનોમી રેટ 10.07 રહ્યો છે જે IPL ઈતિહાસમાં બોલરની સૌથી ખરાબ ઈકોનોમી (ન્યૂનતમ 50 ઓવર) છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 15:55:11

મુંબઈ: IPL ક્વોલિફાયર 2માં જોસ બટલરે સદી રમીને સિદ્ધિ મેળવી તો બીજી તરફ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.  હકીકતમાં સિરાજ IPLના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા અપાવનાર બોલર બની ગયો છે. તેની સામે બેટ્સમેને આ સિઝનમાં કુલ 31 છગ્ગા ફટકાર્યા છે. જોકે, હસરંગા સામે આ સિઝનમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે. વર્ષ 2018માં ડ્વેન બ્રાવો સામે કુલ 29, વર્ષ 2015માં ચહલ સામે બેટ્સમેનોએ 28 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, આ સિઝનમાં બેટ્સમેનોએ ચહલ સામે 27 છગ્ગા ફટકાર્યા છે.

- એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન-બોલર

વર્ષ 2022માં મોહમ્મદ સિરાજ 31 છગ્ગા

વર્ષ 2022માં વાનિંદુ હસરંગા 30 છગ્ગા

વર્ષ 2018માં ડ્વેન બ્રાવો 29 છગ્ગા

વર્ષ 2015માં યુઝવેન્દ્ર ચહલ 29 છગ્ગા

વર્ષ 2022માં યુઝવેન્દ્ર ચહલ 27 છગ્ગા

જોકે આ સિઝન સિરાજની બોલિંગ ઘણી એવરેજ રહી છે. એટલું જ નહીં, આ વર્ષે સિરાજનો ઈકોનોમી રેટ 10.07 રહ્યો છે જે IPL ઈતિહાસમાં બોલરની સૌથી ખરાબ ઈકોનોમી (ન્યૂનતમ 50 ઓવર) છે. સિરાજ કોઈપણ T20 (ન્યુનતમ: 300 બોલ) ટૂર્નામેન્ટમાં 10થી વધુના ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે