• Home
  • News
  • મોમિજી નિશિયા: 13 વર્ષ 330 દિવસ, આટલી ઉંમરમાં આ જાપાની છોકરીએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો
post

મોમિજી નિશિયાની ઉંમર માત્ર 13 વર્ષ અને 330 દિવસ છે. તે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગની પહેલી ચેમ્પિયન બની ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:45:16

ટોક્યો: ઓલિમ્પિકમાં પહેલીવાર સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગની મેચ રમાઈ હતી. કોઈ માનશે કે આ રમતમાં જે બે ખેલાડી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ છે. તેમની ઉંમર 14 વર્ષ કરતાં પણ ઓછી છે. 13 વર્ષ 330 દિવસની મોમિજી નિશિયાએ પોતાના ઘરઆંગણે થઈ રહેસ ઓલિમ્પિક રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બ્રાઝિલની રેસા લીલ પણ 13 વર્ષની છે. તેણે સિલ્વર મેડલ જીત્યો છે. લીલ ભલે ગોલ્ડ મેડલ ન જીતી શકી પરંતુ 85 વર્ષની ઓલિમ્પિક રમતની સૌથી યુવા મેડલિસ્ટ બની ગઈ છે. આ બે ધુઆંધાર  ખેલાડીઓએ છેલ્લી મેચ પહેલાં જ ટોક્યો ઓલિમ્પિકમાં ધૂમ મચાવી દીધી. ત્રીજા નંબરે રહેલી નયાકામા ફૂનાની ઉંમર પણ માત્ર 16 વર્ષ છે.

ઓલિમ્પિકમાં પહેલીવાર થઈ સ્કેટબોર્ડિગ:
સ્કેટબોર્ડિંગ તે ચાર રમતમાંથી એક છે જે ટોક્યોમાં પહેલીવાર સામેલ કરવામાં આવી. તે સિવાય સર્ફિગ, સ્પોર્ટ ક્લાઈમિંગ અને કરાટેને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ઓલિમ્પિકને યુવા દર્શકો સુધી પહોંચાડવાનો છે. પોડિયમ પર જે ત્રણ છોકરીઓ હાજર હતી. તેમાંથી બેની ઉંમર 13 વર્ષ અને એકની 16 વર્ષ હતી. કેટલાંક જાણકાર તો તેને સૌથી યુવા પોડિયમ પણ ગણાવી રહ્યા છે.

13 વર્ષની ઉંમરમાં ગોલ્ડ... કમાલ છે:
નિશિયા આ વર્ષે રોમમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી હતી. હવે તેણે રમતની સૌથી મોટી સિદ્ધિ મેળવી લીધી છે. ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગનો સમાવેશ કરવાનો નિર્ણય નવી પેઢી માટે આટલી મોટી તક બનશે એવું કોઈએ વિચાર્યું ન હતું. 13 વર્ષની ઉંમરમાં ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ છે. ઓછી ઉંમરના ખેલાડીઓએ બતાવી દીધું કે તેમનામાં દુનિયાને કંઈક બતાવી દેવાનો જુસ્સો પણ છે અને પ્રતિભા પણ છે.

બીજા નંબરે રહેલી રેસા પણ ઓછી પ્રતિભાશાળી નથી:
સ્કેટબોર્ડિંગમાં બીજા નંબરે રહેલી રેસા લીલ પણ માત્ર બ્રાઝિલની જ નહીં પરંતુ આખી ઓલિમ્પિક રમતમાં સૌથી નાની ઉંમરની મેડલિસ્ટ બની ચૂકી છે. તેણે 14.64ના સ્કોરની સાથે સિલ્વર મેડલ જીત્યો. મેચ પછી તેણે જબરદસ્ત સ્પોર્ટસ સ્પિરિટ બતાવી હતી. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ફાઈનલની અડધી ખેલાડી 16થી ઓછી ઉંમરની:
સ્કેટબોર્ડિંગની ફાઈનલમાં જે 8 ખેલાડી પહોંચ્યા હતા તેમાંથી 4ની ઉંમર 16 વર્ષથી ઓછી હતી. નિશિયા અને રેસાની ઉંમર 13 વર્ષ હતી. સૌથી વધારે ઉંમરની ફાઈનલિસ્ટ હતી 34 વર્ષની એલેક્સિસ સબલોન. છેલ્લા રાઉન્ડમાં સબલોન ચોથા ક્રમે રહી.